નવી દિલ્હી,તા. ૧૯
આર્થિક મંદીના દોરમાં અર્થતંત્રને પાટા પર લાવવા માટે ટુંક સમયમા ંજ મોટા અને ચોંકાવનારા આર્થિક નિર્ણય કરવામાં આવી શકે છે. ટેક્સમાં રાહત આપવા માટે નોકરી બચાવવા માટેના નિર્ણયની શરૂઆત હવે ટુંક સમયમાં જ થનાર છે. સરકાર સૌથી પહેલા તો મંત્રીઓ અને અધિકારીઓને આપવામાં આવતી બિનજરૂરી સુવિધામાં બ્રેક મુકનાર છે. તેમના ખર્ચ પર બ્રેક મુકવામાં આવનાર છે. કટોકટીનો સામનો કરી રહેલા ઉદ્યોગોને કેટલાક પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. સામાન્ય વ્યક્તની સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝને પણ રાહત આપવા પર વિચારણા ચાલી રહી છે. ઉદ્યોગોને અલગથી પેકેજ આપીને લોકોની રોજગારીને બચાવવા માટે પ્રયાસ કરાશે. દેશની સાથે સાથે વિદેશી રોકાણકારોની સાથે પણ વાતચીત કરવામાં આવી શકે છે. ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રને બનાવવા માટે પહેલ કરવામાં આવી રહી છે. સરકારી ખર્ચમાં કાપ મુકીને બે વર્ષમાં ૭૫૦૦૦ કરોડ રૂપિયા બચાવી લેવા માટેની તૈયારી છે. ઇન્ડસ્ટ્રીઝને જે બજેટ જાગવાઇને લઇને વાંધો છે તે જાગવાઇને દુર કરવામાં આવનાર છે. ઉદ્યોગજગતની સાથે સાથે અન્ય વિવિધ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. મોદી સરકાર હમેંશા પોતાના નિર્ણય મારફતે ચોંકાવતી રહી છે.