અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધતો જાય છે. માથાભારે તત્ત્વોને કાયદોનો ડર રહ્યો નથી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરસપુરમાં આવેલ પંડિતનગર અને બોરડીવટ નગરમાં અસામાજિક તત્ત્વોએ તરખાટ મચાવ્યો હતો. કેટલાક અજાણ્યા શખસો ધોકા અને પાઇપ વડે દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. જેના કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ ઊભો થયો છે. મળતી માહિતી અનુસાર, ગુરુવારે મોડી રાત્રે સરસપુરમાં પંડિતનગર અને બોરડીવટ નગરમાં કેટલાક અજાણ્યા લોકોએ ધોકા અને પાઇપ વડે દુકાનો અને વાહનોમાં ભારે તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો મોહલ છે. આ ઘટના બાદ સ્થાનિકોએ કોટડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. અગાઉ પણ જૂના વાડજમાં અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી હતી.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘સીધા રહેજો. પોલીસ સાથે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે.’