માણિક સાહા આવતીકાલે સીએમ પદના શપથ લેશે
PM મોદી આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે
પૂર્વોત્તરના બે રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયમાં આજે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. એનડીપીપીના નેફિયુ રિયો અને એનપીપીના કોનરાડ સંગમા નાગાલેન્ડ અને મેઘાલયના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. PM નરેન્દ્ર મોદી પૂર્વોત્તરના ત્રણ રાજ્યોના પ્રવાસે આજે નાગાલેન્ડની રાજધાની કોહિમા પહોંચશે. તેઓ અહીં નાગાલેન્ડ અને મેઘાલયની નવી રચાયેલી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયોના નેતૃત્વમાં અને મેઘાલયમાં એનપીપીના નેતા કોનરાડ સંગમાના નેતૃત્વમાં સરકાર રચાશે. પીએમ આજે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચશે. નાગાલેન્ડમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને બીજેપી ગઠબંધનએ કમબેક કર્યું છે. વડાપ્રધાન અહીં નિફિયુ રિયોની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ પછી પીએમ મોદી મેઘાલયમાં NPP સાથે બીજેપી ગઠબંધનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેશે.
માણિક સાહા આવતીકાલે લેશે શપથ
માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ મળી છે. ગઈકાલે મળેલી બીજેપી વિધાયક દળની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિ આપાઈ હતી. સાહા આવતીકાલે સીએમ તરીકે શપથ લેશે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે. સાહા ગઈકાલે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.