પર્વતીય ક્ષેત્રોમાં થનારું બર્ડ આઈ ચિલી, જેને કેરળમાં કંથારી નામથી પણ ઓળખવામાં આવે છે, તેનો ભાવ વધીને હવે 1400થી 1600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. જણાવી દઈએ કે આ મરચાંને દુનિયાના દસ સૌથી તીખા મરચાંની લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.કંથારીની ખેતી પર્વતીય ક્ષેત્રોમાં થાય છે અને હંમેશા તેની ભારે માગ રહે છે. કેરળના ઈડુક્કી જિલ્લાના કટ્ટપાના બજારમાં એક કિલો બર્ડ આઈ મરચાંની કિંમત 1500 રૂપિયા છે. આટલું જ નહીં, ઈન્ડિયા માર્ટથી જો તમે સૂકવેલા બર્ડ આઈ મરચું ખરીદો છો તો તમારે 2000 રૂપિયા ચૂકવવા પડશે.હકીકતમાં કેરળમાં કંથારી નામથી જાણીતું આ મરચામાં ઘણા ગુણો હોય છે. તેને વિટામીન સીનું સારું સ્ત્રોત માનવામાં આવે છે. આ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. તેની નિકાસ વિદેશમાં કરવામાં આવે છે.બર્ડ આઈ મરચાંનો ઉપયોગ સાંધાના દુખાવામાં રાહત માટે આયુર્વેદિક તેલ બનાવવા માટે પણ થાય છે. આ મરચું શરીરનું મેટાબોલિઝમને વધારે છે, જેના કારણે શરીરનું તાપમાન પણ વધે છે. શરીર પોતાને નોર્મલ તાપમાનમાં લાવવા માટે વધારે કેલેરી બર્ન કરે છે. વધતું મેટાબોલિઝમ શરીરના વધારાના ફેટનો ઉપયોગ વધારે છે. પરિણામે શરીર પાતળું બને છે.