દિલ્હીમાં ફરીવાર ઓડ-ઈવનની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ હતુ કે, ચારથી 15 નવેમ્બર સુધી દિલ્હીમાં ઓડ ઈવન લાગુ કરવામાં આવશે. દિલ્હી પ્રદૂષણના કારણે ગેસ ચેમ્બર બની રહી છે. પ્રદૂષણ રોકવા માટે સરકાર કેન્દ્ર અને પંજાબ સરકાર સાથે મળીને કામ કરી રહી છે. પરંતુ દિલ્હી સરકાર પ્રદૂષણને રોકવા અને અરજી માટે વોરરૂમ પણ બનાવશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગત વર્ષે નવેમ્બર માસમાં ઓડ-ઈવન લાગૂ કરવામાં આવ્યુ હતુ. ઓડ-ઈવનના કારણે દિલ્હીમાં પ્રદૂષણ ઓછુ થયુ છે. આ ઉપરાંત દિલ્હી સરકાર લોકોને માસ્ક પણ આપશે.
પ્રદૂષણ મુક્ત દિવાળી માટે દિલ્હી સરકાર સૌથી મોટા લેસર શોનું આયોજન કરશે. જ્યાં ફ્રી એન્ટ્રી હશે. સરકારનું માનવું છે કે આ બાદ લોકો ફટાકડા નહીં ફોડે4 નવેમ્બરથી 15 નવેમ્બર વચ્ચે દિલ્હીમાં ઓડ ઈવનદિલ્હી સરકાર મોટા સ્તર પર માસ્કનું વિતરણ કરશેસ્થાનિકો દ્રારા ઘણીવાર કચરો સળગાવવામાં આવે છે જેના પર રોક લગાવવામાં આવશેહોટ સ્પોટ એક્શન પ્લાન દ્રારા એ વિસ્તારોની પસંદગી કરવામાં આવશે જ્યાં પ્રદૂષણ વધારે હોય છેધૂળને પણ નિયંત્રણ કરવા માટે પ્લાનસરકાર દિલ્હીવાસીઓને ફળ ફૂલ ઉગાડવાની ચેલેન્જ પણ આપશે. જે અંતર્ગત કોઈ પણ લોકો ઈચ્છે તે ફૂલ ઝાડ વાવી શકશે