ઉત્તર પ્રદેશના હાથરસમાં ગત અઠવાડિયે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીની હત્યાથી ચકચારી મચી ગઈ હતી. બાળકના પરિવારજનો જ્યારે શાળાએ પહોંચ્યા તો સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીનો મૃતદેહ પોતાની ગાડીમાં લઈને ભાગી ગયાં. ત્યારથી જ પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. પોલીસે સ્કૂલ સંચાલક સહિત પાંચ આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. પોલીસની પૂછપરછમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી મુજબ, શાળાની પ્રગતિ માટે બીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકની બલિ દેવાનો પ્લાન હતો, પરંતુ પ્લાન ફેઇલ તલાથી તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. હાથરસ પોલીસના સૂત્રો મુજબ, બીજા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકની શાળાની બહાર ટ્યૂબવેલ પર બલિ આપવાની હતી, પરંતુ બાળકને જયારે શાળાના ઓરડામાંથી કાઢવામાં આવ્યો ત્યારે તે અચાનક જાગી ગયો હતો. તેથી ઉતાવળમાં ત્રણ લોકોએ બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.પોલીસે જ્યારે આરોપીઓની ધરપકડ કરી તો પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, સ્કૂલ-સંચાલકો દ્વારા બાળકની બલિ આપવાની હતી. આરોપી જ્યારે બાળકને લઈને જઈ રહ્યાં હતાં, ત્યારે બાળક અચાનક જાગી ગયું અને તેણે બૂમાબૂમ કરી મુકી. જેથી, બાળકનું ગળું દબાવીને હત્યા કરી દેવાઈ. તપાસ દરમિયાન પોલીસને તંત્ર-મંત્રનો સામાન પણ મળ્યો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે, શાળામાં તંત્ર-મંત્રની પ્રેક્ટિસ થતી હતી. હત્યાનું કારણ બલિ આપીને શાળાની સમૃદ્ધિ લાવવાનું હતું. સ્કૂલ સંચાલકે શાળાની પ્રગતિ માટે દેવું પણ કર્યું હતું. સંચાલકને લાગ્યું કે, બાળકની બલિ આપવાથી શાળાની પ્રગતિ થશે. બીજા ધોરણમાં અભ્યાસ કરી રહેલાં બાળકની 22 સપ્ટેમ્બરે હત્યા કરવામાં આવી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, બાળકની બલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે પાંચ આરોપીને પૂછપરછ બાદ પૂરાવા ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશની કાળજું કંપાવતી ઘટના, સ્કૂલની પ્રગતિ માટે ધો. 2ના વિદ્યાર્થીની હત્યાથી ચકચારી મચી
Date: