નવી દિલ્હી,તા. ૨
સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઉન્નાવ ગેંગ રેપ કેસમાં આજે સતત બીજા દિવસે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ જારી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે રેપ પિડિતાની સારવાર લખનૌની હોસ્પટલમાં જ જારી રાખવાનો આદેશ કર્યો હતો. શુક્રવારના દિવસે સુપ્રીમ કોર્ટે પિડિતાના ટ્રાન્સફરને લઇને કોઇ આદેશ જારી કર્યો ન હતો. હાલમાં લખનૌમાં સારવાર ચાલશે. જા જરૂર પડે છે તો પિડિતા તરફથી રજિસ્ટ્રી આવીને ટ્રાન્સફર માટે વાત કરી શકે છે. આનાથી સ્પષ્ટ થઇ ગયુ છે કે પિડિતાને એરલિફ્ટ કરીને હવે દિલ્હી લાવવામાં આવનાર નથી. સુપ્રીમ કોર્ટ તરફથી પહેલા રેપ પિડિતાને દિલ્હી એમ્સ લાવવા માટેની વાત કરવામાં આવી હતી. પિડિતાની માતા કહી ચુક્યા છે કે તે પોતાની પુત્રીની સારવાર લખનૌમાં ચાલે તેમ ઇચ્છે છે. તે સારવાર માટે દિલ્હી ખસેડવા માટે ઇચ્છુક નથી.કોર્ટે આદેશ કર્યો હતો કે સુરક્ષાના કારણોસર પિડિતાના કાકાને રાયબરેલીથી દિલ્હીના તિહાર જેલમાં ખસેડી લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે મિડિયાને પણ કેટલાક કડક આદેશ જારી કર્યા હતા. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડિયાને પિડિતાની ઓળખ છુપાવવા માટે કહેવામાં આવ્યુ છે. પડિતાની ઓળખ પ્રત્યક્ષ અનમે પરોક્ષ રીતે જાહેર થવી જાઇએ નહીં. હવે મામલાની વધુ સુનાવણી સોમમારના દિવસે કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે આજે સતત સુનાવણી કરી હતી.