Train Ran Over Man : દારૂના નશામાં બધા ભાન ભૂલી જતા હોય છે તેવું આપણે ચારેતરફ સાંભળ્યું હશે. જોકે દારૂના નશામાં મોત સામે આવી જાય તો પણ ભલભલાનો દારૂનો નશો ઉતરી જતો હોય છે. જોકે દેશના સૌથી મોટા રાજ્યમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુપીના બિજનૌરમાં એક વ્યક્તિ દારૂના નશામાં રેલ્વે ટ્રેક પર સૂઈ ગયો હતો. આ દરમિયાન રાત્રે એક ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ગઈ અને આ મહાશયને કઈં ભાન સુદ્ધા જ ન રહ્યું.

ટ્રેન ડ્રાઇવરને લાગ્યું કે કદાચ આ વ્યક્તિ અકસ્માતનો શિકાર બન્યો અને સંભવત રામ નામ સત્ય થઈ ગયું હશે. આ ઘટના અંગે ડ્રાઈવરે કંટ્રોલ રૂમને જાણ કરી. આ સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જોયું તો આંખો સામેના નજારાને જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા… તપાસ માટે પહોંચેલી પોલીસે જોયું કે આ વ્યક્તિને તો કઈ થયું જ નથી. આ મહાશયનો તો એક વાળ પણ વાંકો નથી થયો. જોકે બાદલમાં મહામુસીબતે પોલીસ તેને ઉઠાડ્યો અને પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વાસ્તવમાં, આ ઘટના મંગળવારે રાત્રે 3:30 વાગ્યે બની હતી. બિજનૌર રેલવે સ્ટેશનથી પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ઉદય પ્રતાપને એક મેમો મળ્યો હતો. રેલ્વે સ્ટેશનથી થોડે દૂર એક વ્યક્તિ ઉપરથી રાત્રિના અંધારામાં એક ટ્રેન પસાર થઈ ગઈ છે અને કદાચ કચડાઈને મૃત્યુ પામ્યો હશે. આ સૂચના મળતા જ પોલીસ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી પરંતુ પોલીસકર્મીઓએ સ્થળ પર પહોંચીને વ્યક્તિને ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો તેનું શરીર ધ્રૂજવા લાગ્યું. આ જોઈને પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા.સમય જતા વ્યક્તિ સલામત હોવાનું જાણવા મળ્યું. પ્રાથમિક ચકાસણી અને પાણી આપ્યા બાદ મહાશયને પૂછવામાં આવ્યું કે તું કોણ છે ?, અહીં કેવી રીતે આવ્યો? તેના પર વ્યક્તિએ પોતાનું નામ અમર બહાદુર જણાવ્યું અને કહ્યું કે તે નેપાળનો રહેવાસી છે.પોલીસના જણાવ્યા અનુસાર અમર બહાદુરે કહ્યું કે હું હરિયાણાથી અહિંયા આવ્યો હતો. મારે રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાની હતી પરંતુ ટ્રેન ન મળતાં નશાની હાલતમાં રેલવે ટ્રેક પર ચાલવા લાગ્યો. સ્ટેશનથી દોઢ કિલોમીટર દૂર ગયા બાદ નશાના કારણે ટ્રેક પર સૂઈ જ ગયો હતો. નશાના કારણે હું ગાઢ નિંદ્રામાં ડૂબી ગયો હતો. પછીનું મને નથી ખબર. સામે પોલીસે કહ્યું કે તું સૂઈ ગયો ત્યારે દિલ્હીથી દેહરાદૂન જઈ રહેલી મસૂરી એક્સપ્રેસ તારા ઉપરથી પસાર થઈ હતી અને તને કઈ ખબર ન નથી પડી ?
जब यमराज जी छुट्टी पर हों तो ऐसा होता है…
— Sachin Gupta (@SachinGuptaUP) August 8, 2024
UP के जिला बिजनौर में एक शख्स नशे में रेल पटरी पर सो गया। ट्रेन ऊपर से गुजर गई। लोको पायलट ने पुलिस को सूचना भिजवाई कि एक व्यक्ति संभवत ट्रेन से कट गया है। पुलिस पहुंची तो वो नशे में सोता मिला। pic.twitter.com/43j6Bm0lW7