જીન્સ સાથે પહેરો સ્લિટ કુર્તા
કુર્તાને જીન્સ સાથે પહેરવાનો ટ્રેન્ડ નવો નથી પણ એમાં એક્સપરિમેન્ટ ટ્રાય કરી શકાય છે તો રિપ્ડ કે સ્કિની જીન્સ સાથે એક વાર એ લાઇન કે ફ્લેયર્ડ નહીં, પણ સ્લિટ કુર્તાને કરો મેચ… આ જોવામાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. શિફૉન કે જૉર્જટના કુર્તા હોય તો લૂક વધુ સારું લાગશે, અને ફુટ વેઅર્સમાં હીલ્સ કેરી કરવી.
સાડીનો એક અલગ અંદાજ
પહેલા જ્યાં સાડી ડ્રેપ કરવાના એક કે બે જ ઑપ્શન હતા, ત્યાં હવે જુદી જુદી રીતે ડ્રેપ કરી શકાય છે. સાડી સાથે તમે બેલ્ટ કેરી કરી શકો છો, તો બોલ્ડ લૂક માટે તમે સાડીને પેન્ટ સાથે ટીમઅપ કરી શકો છો. એટલું જ નહીં સાડી સાથે તમે બ્લાઉઝની જગ્યાએ ક્રૉપ ટૉપ, ડેનિમ જેકેટ કે પેપ્લમ ટૉપ પહેરી શકાય છે. જેનાથી તમને એક ફ્યુઝન લૂક મળી જશે.
ધોતી સાથે કેરી કરો શ્રગ
પુરુષોના વૉર્ડરોબમાંથી ધોતી ક્યારે મહિલાઓના વૉર્ડરોબમાં શિફટ થઈ ગઈ તેનો તો ખ્યાલ નથી પણ ત્યાં તે વધુ લોકપ્રિય બની. ધોતીને કુર્તા સિવાય, ક્રોપ ટૉપ, એથનિક બ્લાઉઝ અને હવે લૉન્ગ શ્રગ સાથે પણ પેર કરી શકાય છે. ઇન્ડો ફ્યુઝનવાળા લૂકને ખાસ અવસરો સિવાય તમે ડેલીવેરમાં પણ કેરી કરી શકો છો. સ્ટાઇલિશ અને સુંદર દેખાવા માટે ધોતી અને ટૉપનો કલર એક અને શ્રગનો જુદો રાખવો.