નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પ્રદાતા ભારતી એરટેલ (“એરટેલ”) એ આજે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને ગ્રાહકો માટે વિશેષ પેક બહાર પાડ્યા. અવિરત અને સીમલેસ વ્યૂઇંગ અનુભવ સુનિશ્ચિત કરવા માટે, એરટેલ તેના પ્રીપેડ, પોસ્ટપેડ, ઇન્ટરનેશનલ રોમિંગ, હોમ બ્રોડબેન્ડ અને એરટેલ ડિજિટલ ટીવીના વપરાશકર્તાઓને ભારતમાં વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના અધિકૃત સ્ટ્રીમિંગ પાર્ટનર ડિઝની+ હોટસ્ટાર નું ત્રણ મહિનાનું સબ્સ્ક્રિપ્શન ઓફર કરી રહ્યું છે.ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે પ્રીપેડ પ્લાન્સ 499 રૂપિયાથી શરૂ થાય છે અને ડિઝની+ હોટસ્ટાર ના ત્રણ મહિનાના સબ્સ્ક્રિપ્શન સાથે 28 દિવસ માટે હાઇ-સ્પીડ 3જીબી ડેટાનું દૈનિક ઍક્સેસ પ્રદાન કરે છે. આ પ્લાનમાં એરટેલ એક્સ્ટ્રીમ પ્લે પર 20+ ઓટીટી ને પણ નિઃશુલ્ક એક્સેસ કરી શકાય છે. ઓફરમાં 839 રૂપિયાનો 84-દિવસનો પ્લાન પણ છે જે દરરોજ 2જીબી ડેટા સાથે સમાન લાભ પ્રદાન કરે છે. 3359 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં ડિઝની+ હોટસ્ટાર નું એક વર્ષનું બંડલ સબ્સ્ક્રિપ્શન છે, જેમાં એક્સટ્રીમ એપ પર ઓટીટી પ્લેટફોર્મની ઍક્સેસ અને દરરોજ 2.5 જીબી ડેટા મળે છે.અનલિમિટેડ 5જી ડેટા અને ફેમિલી એડ-ઓન લાભો સાથે એક્સ્ટ્રીમ એપ પર 20 થી વધુ ઓટીટી પ્લેટફોર્મની ઍક્સેસ સાથે પોસ્ટપેડ પ્લાન્સ પર ડિઝની+ હોટસ્ટાર નું એક વર્ષનું સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.ઘરવપરાશ માટે રૂ. 999, રૂ. 1498 અને રૂ. 3999ના હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, એન્ટરટેઇન્મેન્ટ, પ્રોફેશનલ અને ઈન્ફિનિટી પ્લાન શોધી રહેલા ગ્રાહકોને સ્પીડના વિવિધ વિકલ્પો પુરા પાડવામાં આવે છે. આ ઉપરાંત, પ્લાન્સમાં અમર્યાદિત ડિઝની+ હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન્સ અને અન્ય લાભો પણ શામેલ છે.યુ.એસ. અને કેનેડામાં પ્રવાસ કરતા ચાહકો માટે લાઈવ મેચ જોવા માટે કંપનીએ ઈન્-ફ્લાઈટ કનેક્ટિવિટી સાથે ઈન્ટરનેશનલ રોમિંગ પેકને સરળ બનાવ્યું છે જેથી ચાહકો મેચ લાઈવ સ્ટ્રીમ કરી શકે અને ઈન્ટરનેશનલ રોમિંગનો આનંદ રૂ. 133/દિવસ જેટલા ઓછા દરે મેળવી શકે, અને આમ, આ વ્યૂઇંગ અનુભવ દેશના પોતાના સિમની સરખામણીમાં પણ સસ્તું બને છે.વધુમાં એરટેલ ડિજિટલ ટીવી પર, ક્રિકેટના શોખીનો હવે ભારતની પ્રથમ 4કે સેવાનો આનંદ માણી શકે છે જે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ સિઝનમાં વધુ મનોરંજક અને આકર્ષક અનુભવ પ્રદાન કરે છે.
એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા
Date: