ડાયવર્સિફાઇડ અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની એસીસી અદાણી ફાઉન્ડેશનના સહયોગમાં એસીસી સલાઇ બાનવા ખાતે તેના અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર (એએસડીસી) દ્વારા ગ્રામીણ વારાણસીમાં મહિલાઓને સશક્ત કરી રહી છે. આ પહેલે તાજેતરમાં જ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું જ્યારે 50 તાલીમબદ્ધ મહિલાઓને નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ (કેપીઓ) એકમ ઇન્ડિવિલેજ ખાતે નોકરી મળી અને આ સાથે તેમણે નાણાંકીય સ્વતંત્રતા અને સમુદાયના ઉત્થાનને સક્ષમ કર્યું.એએસડીસીના વિશિષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ મહિલાઓને જરૂરી ટેક્નિકલ, કમ્યૂનિકેશન અને ઉદ્યોગ સંબંધિત કુશળતાઓથી સજ્જ કરે છે અને તેમને ડેટા પ્રોસેસિંગ, માર્કેટ એનાલિટિક્સ અને કસ્ટમર સપોર્ટ માટેની ભૂમિકાઓ માટે તૈયાર કરે છે. આ પહેલ ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે અને ડિજિટલ ઇકોનોમીમાં ટકી રહેવા માટે મહિલાઓ માટે તકો ઊભી કરે છે.આ પહેલનો લાભ મેળવનારી મહિલાઓમાંની એક છે સંધ્યા વર્મા જે વારાણસીના સેવા પુરીના એક ખેડૂત પરિવારમાંથી આવે છે. એએસડીસીના કેપીઓ ટ્રેનિંગ પ્રોગ્રામની મદદથી સંધ્યાને ઇન્ડિવિલેજમાં નોકરી મળી જેનાથી તે તેના પરિવારને નાણાંકીય સ્થિરતા આપી શકશે. તેણે જણાવ્યું હતું કે કે વારાણસીમાં નોકરી મેળવીને મારું જીવન બદલાઈ ગયું. મેં મારા માતા-પિતાને નવા વસ્ત્રો લાવી આપ્યા અને પરિવારની ઊજવણીમાં યોગદાન આપ્યું. અમારા પરિવારમાં સૌને આનંદની લાગણી થઈ. પહેલ મહિલાઓના ટકાઉ વિકાસ તથા તેમને સશક્ત કરવાને પ્રોત્સાહન આપવામાં એસીસી અને અદાણી ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે અને ગ્રામીણ વારાણસી તથા તેનાથી આગળ પણ લોકો તથા તેમના સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.