
ફેસવૉશનો કરો ઉપયોગ
બજારમાં મળતાં ફેસવૉશ મોટાભાગે ખૂબ જ હાર્શ હોય છે, જે તમારી ત્વચાના મૉઇશ્ચરાઇઝર ચોરી લે છે. જેનાથી તમારી ત્વચામાંથી વધારે માત્રામાં તેલ નીકળવા લાગે છે.

તમારા ઘરે બનેલું નેચરલ ફેસવૉશ વાપરવું જોઇએ. તમે ફક્ત મુલતાની માટીથી પણ મોઢું ધોઇ શકો છો. મુલતાની માટી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આ તમારા ચહેરાને ડ્રાય રાખશે. ધ્યાન રાખવું કે ડ્રાય સ્કિન ધરાવતાં લોકોએ મુલ્તાની માટીનો ઉપયોગ ન કરવો.

સ્ક્રબનો ઉપયોગ ન કરવો
જો તમે વિચારો છો કે ચહેરા પર જ્યારે પણ ઓઇલ આવે તો સ્ક્રબથી સાફ કરી લો તો આ તમારી ગેરસમજણ છે.

આ એ હકીકત છે કે નોર્મલ સ્કિન અને ડ્રાય સ્કિનની તુલનામાં ઓઇલી સ્કિન વધારે ડેડ સેલ્સ બનાવે છે, અને તેના પોર્સ પણ હંમેશાં બ્લૉક રહે છે.

તો જો તમે વધારે સ્ક્રબ કરે છે તો તમારી સ્કિનના પોર્સ તો ખુલી જશે પણ તે વધુ તેલ પ્રૉડ્યુસ કરશે. તેથી ઘરે બનેલા સ્ક્રબનો ઉપયોગ કરો અને દિવસમાં એક જ વાર સ્ક્રબ કરવું. તમે ઘરે સંતરા અને લીંબુના છાલથી સ્ક્રબ બનાવી શકો છો.

પાઉડર બેઝ્ડ મેકઅપ
આમ તો ઓઇલી સ્કિન ધરાવતી મહિલાઓને મેકઅપ ટાળવું જ જોઇએ, છતાં જો તમારે મેકઅપ કરવો જ હોય તો તમે લિક્વિડ કે ક્રીમ બેઝ્ડ મેકઅપ ન કરતાં

પાઉડર બેઝ્ડ મેકઅપ કરવો જોઇએ, અને જ્યારે મેકઅપની જરૂરિયાત પૂરી થઈ જાય એટલે તરત જ મેકઅપ રિમૂવ કરી દેવો જોઇએ.