Monday, March 17, 2025
HomeBusinessઓટો, ઓઈલ, કેપિટલ ગુડઝમાં વેલ્યુબાઈંગે સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 59833

ઓટો, ઓઈલ, કેપિટલ ગુડઝમાં વેલ્યુબાઈંગે સેન્સેક્સ 144 પોઈન્ટ વધીને 59833

Date:

spot_img

Related stories

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...
spot_img

– રિઝર્વ બેંકે રેપો રેટ વધારાને બ્રેક લગાવી આશ્ચર્ય સર્જતાં…

– નિફટી 42 પોઈન્ટ વધીને 17599 : સ્મોલ, મિડ કેપ શેરોમાં વધતું આકર્ષણ  આજે ગુડ ફ્રાઈડે નિમિતે શેર બજારો બંધ રહેશે

 ફુગાવા-મોંઘવારીનું જોખમ હળવું થઈ રહ્યા સાથે વૈશ્વિક મોરચે અત્યંત ઊંચા વ્યાજ દરોના પરિણામે આર્થિક વિકાસ રૃંધાઈ રહ્યાની અને એના પરિણામે બેંકિંગ કટોકટી સર્જાઈ રહી હોઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ)એ સાવચેત થઈ જઈ આજે વ્યાજ દરમાં વધારાને અનપેક્ષિત બ્રેક લગાવી હતી. આરબીઆઈની મોનીટરી પોલિસી કમિટી(એમપીસી)ની મીટિંગ બાદ આજે ગવર્નર શશીકાંત દાસે રેપો રેટમાં કોઈ વધારા આ વખતે નહીં કરવાનું, પરંતુ આગામી વિકલ્પ માટે વ્યાજ દર વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો  રાખવામાં આવ્યો હોવાના આપેલા સંકેતે ફંડોએ શેરોમાં ઘટાડે શોર્ટ કવરિંગ સાથે  વેલ્યુબાઈંગ કરતાં બજાર નેગેટીવ ઝોનમાંથી પોઝિટીવ ઝોનમાં આવી ગયું હતું. અમેરિકામાં નાસ્દાકની નરમાઈ  પાછળ આઈટી શેરોમાં વેચવાલી સામે ફંડોએ ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી કર્યા સાથે બેંકિંગ-ફાઈનાન્સ, ફાર્મા શેરોમાં સિલેક્ટિવ ખરીદી કરતાં સેન્સેક્સ ૧૬૯.૧૯ પોઈન્ટનો  ઘટાડો પચાવી અંતે ૧૪૩.૬૬ પોઈન્ટ વધીને  ૫૯૮૩૨.૯૭ અને નિફટી સ્પોટ ૫૪.૨૦ પોઈન્ટનો આરંભિક ઘટાડો પચાવી અંતે ૪૨.૧૦ પોઈન્ટ  વધીને ૧૭૫૯૯.૧૫ બંધ રહ્યા હતા.  સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત લેવાલી રહી હતી. આવતીકાલે શુક્રવારે ૭,એપ્રિલ ૨૦૨૩ના ગુડ ફ્રાઈડે નિમિતે શેર બજારો બંધ રહેશે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંકડી વધઘટે અથડાતાં રહી સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૮૫.૨૫ ડોલર અને ન્યુયોર્ક-નાયેક્ષ ક્રુડના ૮૦.૭૭ ડોલર નજીક રહ્યા હતા.

ઓટો શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં અને રિઝર્વ બેંકે પણ  વ્યાજ દરમાં વધારાને બ્રેક લગાવતાં ઓટો લોન વધુ મોંઘી નહીં બનવાની અપેક્ષા અને માર્ચ મહિનાના વેચાણ આંકડાની પોઝિટીવ અસર સાથે ઓટો કંપનીઓ દ્વારા નવા મોડલો રજૂ કરવાના આકર્ષણે વેચાણ વધવાની અપેક્ષાએ ફંડોની ઓટો શેરોમાં ઘટાડે લેવાલી રહી હતી. મધરસન સમવર્ધન રૂ.૧.૪૮ વધીને રૂ.૫૧.૧૦, ટાટા મોટર્સ રૂ.૧૧.૧૫ વધીને રૂ.૪૩૭.૫૫, ઉનો મિન્ડા રૂ.૧૦.૪૫ વધીને રૂ.૪૮૨.૬૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૫.૬૦ વધીને રૂ.૧૧૭૧.૨૫,  કયુમિન્સ ઈન્ડિયા રૂ.૧૪.૯૦ વધીને રૂ.૧૫૮૪, આઈશર મોટર્સ રૂ.૨૬.૪૫ વધીને રૂ.૨૯૫૯.૧૦, ટીવીએસ મોટર રૂ.૮.૧૦ વધીને રૂ.૧૦૯૮.૪૦, મારૂતી સુઝુકી રૂ.૬૦.૬૫ વધીને રૂ.૮૫૧૩.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૬૬.૮૦ પોઈન્ટ વધીને ૨૮૭૪૯.૪૩ બંધ રહ્યો હતો.

રિલાયન્સ રૂ.16 વધીને રૂ.2341 

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકી આજે સાંકડી વધઘટે અથડાતાં  રહેતાં ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં  પસંદગીની  લેવાલી રહી હતી. અદાણી ટોટલ ગેસ રૂ.૪૧.૧૫  વધીને રૂ.૮૬૪.૩૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૧૯.૨૫ વધીને રૂ.૪૬૨.૬૫, બીપીસીએલ રૂ.૩.૫૫ વધીને રૂ.૩૩૧.૮૫, એચપીસીએલ રૂ.૨.૨૫ વધીને રૂ.૨૨૭.૯૫, ગુજરાત ગેસ રૂ.૩.૮૦ વધીને રૂ.૪૬૬.૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જેફ્રીના જિયો ફાઈનાન્શિયલ સર્વિસિઝ બિઝનેસના ડિમર્જરના પોઝિટીવ આઉટલૂકે શેર રૂ.૧૫.૫૦ વધીને રૂ.૨૩૪૧ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં આકર્ષણ 

કોરોનાના કેસોમાં સતત  વધારાની ચિંતા સાથે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ માટે બિઝનેસ તકોને લઈ આજે ફંડોની હેલ્થકેર શેરોમાં લેવાલી રહી હતી. આરતી ડ્રગ્ઝ રૂ.૩૦ વધીને રૂ.૩૮૭.૯૫, નુરેકા રૂ.૧૯.૫૦ વધીને રૂ.૩૩૩.૯૫, આરપીજી લાઈફ રૂ.૩૦.૦૫ વધીને રૂ.૭૪૯.૯૦, થેમીસ મેડિકેર રૂ.૪૯.૨૫ વધીને રૂ.૧૨૮૧.૭૦, દિશમેન કાર્બોજેન રૂ.૫ વધીને રૂ.૧૩૩.૭૫, જેબી કેમિકલ્સ રૂ.૭૩.૬૫ વધીને રૂ.૨૦૩૧, ન્યુલેન્ડ લેબ રૂ.૭૪.૩૫ વધીને રૂ.૨૦૬૩.૦૫, અનુહ ફાર્મા રૂ.૨.૫૫ વધીને રૂ.૮૫.૯૦, ઈપ્કા લેબ રૂ.૧૯.૫૦ વધીને રૂ.૮૨૮.૭૫, યુનિકેમ લેબ્સ રૂ.૭.૫૫ વધીને રૂ.૩૪૦.૪૦, ઓરોબિન્દો ફાર્મા રૂ.૧૩.૬૦ વધીને રૂ.૫૩૫.૨૦, સન ફાર્મા રૂ.૧૫ વધીને રૂ.૧૦૧૧.૭૫ રહ્યા હતા.

આઈટી શેરોમાં નાસ્દાક પાછળ પ્રોફિટ બુકિંગ

અમેરિકી શેર બજાર નાસ્દાકમાં ગઈકાલે નરમાઈ પાછળ આજે આઈટી-સોફટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૮.૩૦ ઘટીને રૂ.૧૭૩.૨૫, કેપીઆઈટી ટેકનો રૂ.૨૦.૦૫ ઘટીને રૂ.૭૯૫.૮૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૯.૨૫ ઘટીને રૂ.૧૦૯૧.૭૫, કોફોર્જ રૂ.૬૪.૭૫ ઘટીને રૂ.૪૦૧૧.૯૦, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૫૪.૩૫ ઘટીને રૂ.૩૫૯૮.૯૫, એમ્ફેસીસ રૂ.૨૨.૫૦ ઘટીને રૂ.૧૭૯૪.૩૦, ટેક મહિન્દ્રા રૂ.૧૦.૮૫ ઘટીને રૂ.૧૦૯૨.૫૫ રહ્યા હતા. 

રોકડાના શેરોમાં ફંડોનું સતત જળવાયેલું આકર્ષણ 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની પસંદગીની ખરીદી જળવાઈ રહેતાં માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૬૫ અને ઘટનારની સંખ્યા ૧૧૬૭ રહી હતી.

FPIની કેશમાં રૂ.476 કરોડની ચોખ્ખી ખરીદી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો-એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે  કેશ સેગ્મેન્ટમાં રૂ.૪૭૫.૮૧ કરોડના શેરોની  ચોખ્ખી ખરીદી કરી  હતી. કુલ રૂ.૫૬૫૫.૫૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૧૭૯.૭૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૯૯૭.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૫૬૪૨.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૬૩૯.૨૪ કરોડની વેચવાલી થઈ હતી.

અમદાવાદમાં પેલેડિયમ અમદાવાદ ઇશારા ખાતે 15 દિવસીય અનડિવાઈડેડ પંજાબ...

ઇશારા, જે બેલોના હૉસ્પિટાલિટી દ્વારા સંચાલિત એક અનોખું ડાઇનિંગ...

મેક્કેઈન ઇન્ડિયાના પ્રોજેક્ટ શક્તિ દ્વારા મહિલાઓના આર્થિક અને સામાજિક...

સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવામાં મહિલાઓની શક્તિને ઓળખીને, ફ્રોઝન...

સંવેદનાના સૂર : ખોરડાની ખાનદાની

લગ્નના માંડવે બેઠેલો વરરાજો કન્યા ની આવવાની રાહ જોઈ...

નિર્માતાઓએ આગામી એક્શનથી ભરપૂર ફિલ્મ “જાટ”માં રણદીપ હુડ્ડાનું પાત્ર...

વેઈટેડ એક્શનથી ભરપૂર ફિલ્મ "જાટ" ની એક્સાઇટમેન્ટ હવે નવી...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના તબીબોએ રોબોટિક સર્જરીનો ઉપયોગ કરીને...

મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (MPUH)ના તબીબોએ સફળતાપૂર્વક એક જટિલ...

ટીવીએસ મોટર કંપની અને પેટ્રોનાસ લ્યુબ્રિકન્ટ્સ ઇન્ટરનેશનલે ભારતીય મોટરસાઇકલ...

ટુ અને થ્રી-વ્હીલર સેગમેન્ટમાં અગ્રણી ગ્લોબલ ઓટોમેકર ટીવીએસ મોટર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here