શ્રીનગર,તા. ૫
જમ્મુ કાશ્મીરમાં અભૂતપૂર્વ સુર૭ા અને જારદાર રાજકીય હલચલના દોર વચ્ચે અડધી રાત બાદ જમ્મુ કાશ્મીરના કેટલાક મુખ્ય રાજકીય પક્ષોના મોટા નેતાઓને નજર કેદમાં લઇ લેવામાં આવ્યા હતા. જેથી સમગ્ર મામલામાં નવો વળાંક આવ્યો હતો. સસ્પેન્સ વધારે તીવ્ર બનતા લોકોમાં પણ હલચલ વધી ગઇ હતી. પૂર્વ મુખ્યપ્રધાન મહેબુબા મુફ્ત અને ઉમર અબ્દુલ્લાને પણ અડધી રાત બાદ નજર કેદમાં લઇ લેવામા આવ્યા હતા. પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનને પણ નજર કેદમાં લેવાની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસી નેતા ઉસ્માન માજિદ અને સીપીએમ નેતા તારિગામીને પણ પકડી લેવામા ંઆવ્યા હોવાના હેવાલ મળ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા અને મહેબુબા મુÂફ્તને ઘરની બહાર ન નિકળવા માટેની સુચના આપી દેવામા ંઆવી છે. મહેબુબા મુÂફ્ત અને ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે તેમને નજર કેદમાં રાખવામાં આવ્યા છે. મુÂફ્તએટ્વીટ કરીને કહ્યુ છે કે અમારા જેવા શાંતિ માટે લડનાર જનપ્રતિનિધીને નજર કેદમાં રાખવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં લોકોના અવાજને દબાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી બાજુ નેશનલ કોન્ફરન્સના નેતા અબ્દુલ્લાએ કહ્યુ છે કે તેમને અડધી રાતથી નજર કેદમાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે મુખ્યપ્રવાહના અનેક નેતાઓને બાનમાં પકડી લેવામાં આવ્યા છે. ઓમરે કહ્યુ છે કે કાશ્મીરના લોકો માટે શુ ચાલી રહ્યુ છે તે અંગે માહિતી નથી. મોબાઇલ અને ઇન્ટરનેટ સહિતની તમામ સેવા બંધ કરી દેવામાં આવી છે. કામીરમાં જુદા જુદા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરી દેવામાં આવી છે. સંચારબંધી લાગુ કરવામાં આવી રહી છે. અમરનાથ યાત્રા પણ હાલમાં બંધ કરી દેવામાં આવી છે.કાશ્મીરમાં હાલમાં લોકો સ્ટોક કરી રહ્યા છે.