અસંતુષ્ટ ધારાસભ્યોનો કોંગ્રેસના સંકટમોચક રહેલા ડીકે શિવકુમારને મળવા ઇન્કારઃ કર્ણાટકમાં ઘટનાક્રમનો દોર
મુંબઇ,તા. ૧૦
કર્ણાટક કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમાર, જેડીએસના ધારાસભ્ય શિવલિંગે ગૌડા અને કેટલાક અન્ય કોંગ્રેસી નેતા રાજ્ય સરકાર પર આવેલા સંકટને ખતમ કરવામાં દિન રાત એક કરી રહ્યા છે. આ તમામ સભ્યો નારાજ થયેલા કોંગ્રેસના ધારાસભ્યોને મળવા માટે મુંબઇ પહોંચી ગયા છે. આ નેતા એ હોટેલમાં પહોંચી ગયા છે જ્યાં કોંગ્રેસના બળવાખોર ૧૦ ધારાસભ્યો રોકાયેલા છે. સિવકુમારને હોટેલની અંદર પ્રવેશ કરવાનો ઇન્કાર કરી દીધો છે. તેમને પ્રવેશની મંજુરી આપવામાં આવી રહી નથી. મુંબઇ પોલીસે કહ્યુ છે કે શિવકુમારને કોંગ્રેસના ધારાસભ્યોને મળવાની મંજુરી આપવામાં આવનાર નથી. જ્યારે શિવકુમારે કહ્યુ છે કે તેઓએ હોટેલમાં રૂમ બુક કરાવ્યુ છે. તેમના મિત્રોની સાથે નજીવા મતભેદો છે જેને વાતચીત મારફતે ઉકેલી દેવામાં આવનાર છે. કોઇને કોઇ પ્રકારની ધમકી આપવામાં આવી રહી નથી. જા કે શિવકુમારે કહ્યુ છે કે તેઓ નારાજ થયેલા ધારાસભ્યોને મળીને જ જશે. જા કે નારાજ ધારાસભ્યોએ કોંગ્રેસના સંકટમોચકને મળવાનો ઇન્કાર કરી દીધો છે. બીજી બાજુ શિવકુમાર પહોંચી ગયા બાદ હોટેલની બહાર બાજપ અને જેડીએસના નેતા સામ સામે આરોપ કરી રહ્યા છે. ટેન્શનને ધ્યાનમાં લઇને મોટી સંખ્યામાં પોલીસ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના દાવને નિષ્ફળ બનાવવા માટે નવી યોજના તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી પણ આક્રમક મુડમાં છે. કર્ણાટકમાં કટોકટી ઉકેલાઇ જશે તો પણ લાંબા ગાળા સુધી સરકારને રાહત થાય તેવા સંકેત નથી. જા કે હાલમાં તો સરકાર પર સંકટ છે.