અભિનેત્રીસોનમ કપૂર આહુજા ભલે ફિલ્મો બહુ નથી કરતી, પણ તે બૉલીવૂડમાં કોઇક ને કોઇક કારણસર હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે. ફેશન આઇકોન તરીકે તો તે પ્રસિદ્ધ છે જ, પણ તે જુદા જુદા વિષયો પર પોતાના મંતવ્ય આપવા માટે પણ જાણીતી છે.

તાજેતરમાં તેણે પોતાના વિશે, કારકિર્દી વિશે અને કલાકારો વિશે બહુ રસપ્રદ વાતચીત કરી હતી. કલાકારો વિશે તે બહુ સારી રીતે સમજી શકે છે. તેણે કહ્યું હતું કે કલાકારોએ તેમની જાતને ફક્ત ફિલ્મો કે ફિલ્મી પાર્ટીઓ સુધીના દાયરામાં જ બાંધી ના રાખવા જોઇએ. તેમણે વધુ ને વધુ પ્રવાસ કરવો જોઇએ અને મિત્રો અને કુટુંબીઓ સાથે સમય ગાળવો જોઇએ અને પોતાની પ્રતિભાને વધુ પ્રભાવશાળી બનાવવા ફિલ્મો જોતા રહેવું જોઇએ.

‘હું તો માનું છું કે તમે જો કલાકાર હોવ તો તમારે તમારી જિંદગીને સંપૂર્ણ રીતે જીવવી જોઇએ. જે ક્રિએટીવ ક્ષેત્રમાં હોય તેણે તો વધારે ને વધારે પ્રવાસ કરવો જોઇએ જેથી તમારી પ્રતિભા વધુ ખીલે છે. તેમણે પુસ્તકો પણ વધારે વાંચવા જોઇએ અને ફિલ્મો જોવા સાથે મ્યુઝિયમોની મુલાકાત પણ લેવા જોઇએ,’ એમ તે જણાવે છે.

કલાકારોએતેમની જાતને ફક્ત ફિલ્મો અને ફિલ્મી પાર્ટીઓ સુધી જ સીમિત ન રાખવી જોઇએ કારણ કે તેનાથી તમારું વિશ્ર્વ નાનું બની જાય છે અને તમે પ્રગતિ કરી શક્તા નથી. તમારે યોગ્ય રીતે ટાઇમ મેનેજમેન્ટ પણકરવું જોઇએ.

હું માનું છું કે હું અત્યારે સારા તબક્કામાંથી પસાર થઇ રહી છું. તેનું કારણ હું મારા સમયને મહત્ત્વ આપું છું.

તમારી પાસે સમય એક જ એવી વસ્તુ છે જે જતો રહે છે પછી પાછો આવતો નથી. તે બહુ કિંમતી વસ્તુ છે,

કારણ કે આપણી પાસે જીવનમાં મર્યાદિત સમય હોય છે. આથી મારા માટે તો સમય જાળવવો, સમય પર કામ કરવું, અસરકારક રીતે સમયનો ઉપયોગ કરવો અને સમય ન વેડફવો એ પણ મહત્ત્વનું છે.

તેએમ પણ કહે છે કે તેણે ઘડિયાળ પહેરવાની શરૂઆત છેલ્લા કેટલાક વર્ષથી જ કરી હતી. છેલ્લા ચાર-પાંચ વર્ષથી મેં ઘડિયાળ પહેરવાનું શરૂ કર્યું છે, કારણ કે હું માનું છું કે ટેક્નોલોજીએ આપણે વધુ જોડાણ આપ્યું છે અને વધુ સ્માર્ટ પણ બનાવી દીધા છે, પાણ સાથે થોડાક ધીમા પણ. આપણે ખરેખર તો સમય જોતાં જ નથી.

આપણે એટલા માટે સમય જોતા હોઇએ છીએ કે આપણે ફક્ત ડિજિટલ વસ્તુઓ જોવા જ તેનો ઉપયોગ કરીએ છીએ.

આથી મેં તો નક્કી કર્યું છે કે હું મારા ફોન પર હવે સમય નહીં જોઉં અને ઘડિયાળમાં જ સમય જોઇશ. ઘડિયાળ એ બહુ સુંદર વસ્તુ છે અને મને સુંદર વસ્તુઓ ગમે છે.

સોનમ કપૂરની થોડા સમય પહેલા રજૂ થયેલી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ બૉક્સઓફિસ પર નિષ્ફળ ગઇ હતી.