દિલ્હીમાં અમર જવાન જ્યોતિ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરાઈ : કેપ્ટન વિક્રમ બત્રા, સૌરભ કાલિયા, મનોજ પાંડે સહિત બધા સાહસી જવાનને યાદ કરાયા
નવી દિલ્હી,તા.૨૬
કારગિલ યુદ્ધમાં ભવ્ય જીતની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે કારગિલ યુદ્ધના સાહસનો પરિચય આપી દુશ્મન સામે લડતા પોતાના પ્રાણોની આહૂતિ આપનાર જવાનોના શૌર્યને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશભરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થત રહ્યા હતા અને વીર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા. જીતના આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આજે કારગિલ યુદ્ધમાં ભારતીય જીતની યાદો ફરી એકવાર તાજી થઇ હતી. દેશભરમાં જવાનોના શૌર્યની આજે વાત થઇ રહી છે. શહીદ જવાનોને અંજલિ આપવાના કાર્યક્રમ થઇ રહ્યા છે. તેમની વીર ગાથા ચારેબાજુ સંભળાઇ રહી છે. સંરક્ષણ પ્રધાન પ્રધાન રાજનાથ સિંહ, સેના અધ્યક્ષ જનરલ બિપીન રાવત, નૌકા સેનાના અધ્યક્ષ એડમિરલ સુનિલ લાંબા અને હવાઇ દળના વડા બિરેન્દ્ર સિંહ ધનોઆએ પાટનગર દિલ્હીમાં અમરજવાન જ્યોતિ ઉપર આજે પુષ્પાંજલિ આપીને કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સશ† દળના શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની વીરતાની પ્રશંસા કરી હતી. રાજનાથ સિંહ, ભારતીય સેનાના વડા બિપિન રાવત, ભારતીય હવાઇ દળના વડા બિરેન્દ્ર સિંહ, નૌકા સેનાના વડા સુનિલ લામ્બાએ શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ ટ્વટર ઉપર સવારે જ કહ્યું હતું કે, દેશમાં પ્રાણોની આહૂતિ આપનાર જવાનોના સાહસને તેઓ સલામ કરે છે. કારગિલ દિવસ અમારા સશ† દળોના સાહસ અને બલિદાનની યાદ અપાવે છે. જમ્મુ કાશ્મીરમાં દ્રાસ વોર મેમોરિયલ ખાતે સેનાના જવાનોએ પણ પુષ્પાંજલિ આપી હતી. જમ્મુ કાશ્મીરના કારગિલ જિલ્લામાં જુલાઈ ૧૯૯૯માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું જેમાં ૫૦૦થી અધિકારીઓ અને જવાનોના મોત થયા હતા. સાહસી જવાનોને મરણોપરાંત વીરતા પુરસ્કાર પણ અપાયા હતા. ઓપરેશન વિજય તરીકે પણ આને યાદ કરવામાં આવે છે. અમર જવાન જ્યોતિ ખાતે આયોજિત કાર્યક્રમમાં તમામ અધિકારીઓ પણ ઉપસ્થત રહ્યા હતા. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય જવાનોએ અભૂતપૂર્વ સાહસનો પરિચય આપીને જારદાર જંગ ખેલ્યા બાદ આખરે જીત હાંસલ કરી હતી. આને કારગિલ વિજય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. આ યુદ્ધમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની સેનાના જવાનો અને ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. સત્તાવાર રીતે આંકડો ઓછો હતો પરંતુ એમ માનવામાં આવે છે કે પાકિસ્તાનના ૫૦૦૦થી વધારે જવાનો અને ત્રાસવાદીઓ આ લડાઇમાં માર્યા ગયા હતા. જટિલ યુદ્ધ લડવામાં આવ્યુ હતુ. વિજય દિવસની ઉજવણી બે ત્રણ દિવસ ચાલે છે.