બોલિવૂડ શો-મેન રાજ કપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે પહેલી ઓક્ટોબરના રોજ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર ઈલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં. અંતિમવિધિ દીકરા રણધિર તથા રાજીવે કરી હતી. જ્યારે તેમની અર્થીને દીકરા રાજીવ કપૂર, બિઝનેસમેન અનિલ અંબાણી, જમાઈ મનોજ જૈન તથા ભાણીયા આધાર-અરમાન જૈને કાંધ આપી હતી. જ્યારે મોટા પુત્ર રણધિર કપૂરે દોણી પકડી હતી. ક્રિષ્ના રાજકપૂરનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યો હતો.
રણધિરે વ્યક્ત કર્યું દુઃખઃ
રણધિર કપૂરે પરિવાર તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું, ”મને એ જણાવતા દુઃખ થાય છે કે આજ સવારે મેં મારી માતાને ગુમાવી દીધી છે. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરમાં કરવામાં આવશે.”
87 વર્ષે પણ હતા એક્ટિવઃ
87 વર્ષની ઉંમરમાં પણ તે એક્ટિવ હતી, તે ફેમિલી પાર્ટી અને મુવી પ્રીમિયરમાં કેટલીક વખત જોવા મળતા હતા. કેટલાક સમય પહેલા તે પુત્ર રિષી કપૂરના બર્થ ડે સેલિબ્રેશન સમયે પેરિસમાં જોવા મળ્યા હતા, તે સમયે આખો પરિવાર હાજર હતો.
પતિના નિધન બાદ ઉઠાવી જવાબદારીઃ
1988માં રાજ કપૂરના નિધન બાદ તેમણે પોતાના પરિવારને સાથે રાખ્યો હતો. પોતાના 5 બાળકોની જવાબદારી પણ ઉઠાવી હતી. કૃષ્ણા રાજ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર પ્રસરી ગઇ છે. સેલેબ્સે સોશિયલ મીડિયા પર કૃષ્ણા રાજ કપૂરના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાજ કપૂર સાથે તેમને 1946માં લગ્ન કર્યા હતા. તેમને રણધિર, રિષી, રાજીવ, રીમા અને રિતુ એમ પાંચ સંતાનો હતાં.
રીષિ કપૂર નથી ભારતમાં:
રીષિ કપૂર શનિવાર(29 સપ્ટેમ્બર)ના રોજ પત્ની નીતુ તથા દીકરા રણબિર સાથે અમેરિકામાં સારવાર કરાવવા રવાના થયો છે. રીષિ કપૂર માતાના અંતિમ સંસ્કારમાં હાજર રહી શકશે નહીં. રણબિર કપૂર ભારત આવવા રવાના થઈ ગયો છે પરંતુ તે દાદીની અંતિમ યાત્રામાં સામેલ થઈ શક્યો નહીં.
પૌત્રીએ સોશ્યિલ મીડિયામાં આપી શ્રદ્ધાંજલીઃ
રીષિ કપૂરની દીકરી રિદ્ધિમાએ દાદીને ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલી આપી હતી અને દાદીની તસવીર શૅર કરીને લખ્યું હતું, Love you so much RIP ❤??