એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી કેફિન ટેક્નોલોજીસ લિમિટેડે (KFintech) એસેટ મેનેજર્સ સાથે તેના ઓપરેટિંગ મોડલને વધારવા માટે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું છે જે તેને વધુ સ્ટાન્ડર્ડાઇઝ અને કાર્યક્ષમ બનાવે છે. આ સહયોગથી કેફિન વિશ્વની સૌથી મોટી એસેટ સર્વિસર્સના વધી રહેલા સમુદાયમાં જોડાશે જે તેને ક્લાયન્ટ્સને વિવિધ પ્રકારના ફંડ એડમિનિસ્ટ્રેશન અને એકાઉન્ટિંગ સર્વિસીઝ ઓફર કરવા માટે સક્ષમ બનાવશે.એસેટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં ઘણીવાર લેગસી સિસ્ટમ્સ, મેન્યુઅલ પ્રોસેસીસ, અસંગત ડેટા ધોરણો અને વર્કફ્લો પર મર્યાદિત સંકલન જેવા અવરોધો નડી શકે છે અને આ બધા કારણોથી કંપનીઓને નોંધપાત્ર બિનકાર્યક્ષમતા અને જોખમો તરફ દોરી જઈ શકે છે.Aladdin® પ્લેટફોર્મના પ્રોપરાઇટી ડેટા ઇન્ટરફેસીસ અને વર્કફ્લોનો લાભ લઇને કેફિનટેક પ્લેટફોર્મ પર કેફિનટેક અને એસેટ મેનેજર્સ વચ્ચેના ડેટા ફ્લોને વધુ સારી રીતે ઇન્ટિગ્રેટ કરી શકશે. આના પગલે કેફિનટેક મેન્યુઅલ પ્રોસેસીસને ડિજિટાઇઝ કરી શકશે, રેફરન્સ ડેટા અને રિસર્ચ ફંડ એક્ટિવિટીને રિયલ ટાઇમમાં જોડી શકશે તથા ક્લાયન્ટ્સ વતી મીડલ ઓફિસ ઓપરેશન્સ હાથ ધરી શકશે.કેફિન ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રીકાંત નાદેલાએ જણાવ્યું હતું કે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાવું એ કેફિનટેક માટે ગર્વની બાબત છે. અમે ક્લાયન્ટ્સને જે સર્વિસ પૂરી પાડીએ છીએ તેને વધારવા માટે અલાદ્દીનના સોફિસ્ટિકેટેડ ડેટા કનેક્ટિવિટી ક્ષમતાઓનો લાભ લેતા અમે રોમાંચિત છીએ જેનાથી તેઓ વધુ સુવ્યવસ્થિત ઓપરેટિંગ મોડલ, વધુ સારા ઓટોમેશન અને બૂલોના જોખમોમાં ઘટાડા જેવા લાભો મેળવશે.આ સહયોગ અમારી ક્ષમતાઓને વિશ્વભરમાં વિસ્તારીને એસેટ મેનેજર્સને પરિવર્તનકારી અને ડેટા સંચાલિત સોલ્યુશન્સ પૂરા પાડવાના અમારા વિઝન સાથે સંલગ્ન છે. એસેટ સર્વિસિંગ સોલ્યુશન્સ અને ડિજિટલ તથા બિગ ડેટા સોલ્યુશન્સમાં ચાર દાયકા કરતા વધુની તેની નિપુણતા સાથે કેફિનટેક એસેટ મેનેજર્સને શ્રેષ્ઠ વેલ્યુ પ્રપોઝિશન પૂરી પાડવા માટે અલાદ્દીનની ડેટા કનેક્ટિવિટી ક્ષમતાઓ દ્વારા વધુ આગળ વધશે.બ્લેકરોકના અલાદ્દીન ક્લાયન્ટ બિઝનેસીસના ગ્લોબલ હેડ તારેક ચૌમને જણાવ્યું હતું કે અમને અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્કમાં કેફિનટેકનું સ્વાગત કરતા અને અમારા શેર કરેલા ક્લાયન્ટ્સને સિંગલ પ્લેટફોર્મ દ્વારા સરળ રીતે ડેટા સાથે જોડતા અને સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ વર્કફ્લોમાં સ્પષ્ટતા અને કાર્યક્ષમતા લાવવા માટે સક્ષમ બનાવીને આનંદિત છીએ.