કેરળના બહુચર્ચિત હદિયા કેસમાં ઇસ્લામ કબુલ કરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરાનાર હદિયાના પિતા બીજેપીમાં સામેલ થઇ ગયા છે. બીજેપીમાં સામેલ થયા બાદ હદિયાના પિતા અશોકને કહ્યું કે બીજેપી એક માત્ર રાજકીય પાર્ટી છે જે હિન્દુઓના વિશ્વાસની રક્ષા કરે છે.
કટ્ટરપંથી સંગઠો તરફથી ધમકીઓનો સામનો કરી રહેલા અશોકનને પોલીસ પ્રોટેક્શન પુરુ પાડે છે. અશોકને કેરલ હાઇકોર્ટમાં આરોપ લગાવ્યો હતો કે તેમની દિકરીને લવ જેહાદનો શિકાર બનાવવામાં આવી છે. પાછળથી આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.શું છે સમગ્ર મામલો
ઉલ્લેખનીય છે કે કેરળની 28 વર્ષીય હદિયા (હિન્દુ નામ અખિલા) વર્ષ 2016 માં શફીન જહાં સાથે લગ્ન કર્યા બાદ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેના પિતા અશોકને જ્યારે અખિલાના લગ્ન અંગે જાણ થઇ તો તેમને આ લગ્નને લવ જેહદ ગણાવી કેરળ હાઇકોર્ટમાં લગ્ન રદ્દ કરવાની અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે પોતાના ચુકાદમાં શપીન જહાં અને હદિયાના લગ્ન રદ્દ કરી હદિયાને તેના પિતાને સોંપવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું
શફીને હાઈકોર્ટના આ ચુકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના શરણ લીધા હતા. સુપ્રીમ કોર્ટે કેરળ હાઈકોર્ટના નિર્ણયને પરિવર્તિત કરીને હદિયા અને શફીન જહાંના લગ્નને સ્વીકારતા બંનેને પતિ-પત્ની તરીકે જ સાથે રહેવાની પરવાનગી આપી હતી.
હદિયના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું નિવેદન આપ્યું છે કે લગ્નને કોઈ ષડયંત્રનો ભાગ ન ગણવા જોઈએ. હદિયાના પતિ પર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કરાઈ રહેલી તપાસમાં તેના લગ્ન બાબતે કોઈ તપાસ ન થવી જોઈએ. હદિયા પુખ્ત હોવાથી તેને લગ્ન માટે પસંદગીની સ્વતંત્રતા છે.
સુપ્રીમ કોર્ટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ને કહ્યું છે કે લગ્નના મુદ્દાને તપાસ સાથે જોડવો યોગ્ય નથી. 23મી જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે NIAને કહ્યું કે NIA હદિયા કેસની તપાસ ચાલુ રાખી શકે છે પરંતુ તેના લગ્નના પ્રકરણ વિશે તપાસ નહીં કરી શકે. લગ્નને ગુના અને ગુનાહિત ષડયંત્રો સાથે જોડવા યોગ્ય બાબત ન હોવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું છે
હદિયાના પિતાનો શું આરોપ હતો
કેરળમાં ધર્મપરિવર્તન કરી શફીન મુસ્લિમ યુવક સાથે લગ્ન કરનારી હદિયાએ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હદિયાનો અભ્યાસ અટકાવી દેવાયાના આરોપ સાથે તેના પિતાએ કોર્ટ કેસ દાખલ કર્યો હતો. જેના પરિણામે હદિયાના લગ્ન કેરળ હાઈકોર્ટે નામંજૂર કર્યા હતા. તો બીજી તરફ આતંકવાદી સંગઠન ISIS સાથે જાડાયેલા બે શંકાસ્પદોએ એવું નિવેદન આપ્યું હતું કે તેઓ હદિયાના પતિ શફીનના સંપર્કમાં હતા. તેથી NIA દ્વારા શફીનની પૂછપરછ કરવામાં આવી હતી.
જેમાં બન્નેને લગ્નને લગતા વિવિધ મુદ્દાઓ વચ્ચે આવ્યા હતા. તેથી સુપ્રીમ કોર્ટે NIAને સલાહ આપી હતી કે NIAની તપાસ અને હદિયાના લગ્નનું પ્રકરણ બન્ને અલગ બાબત છે. હદિયા પુખ્ત હોવાથી તેને જીવનસાથી પસંદગી કરવાની છૂટ હતી. આ લગ્નને કોઈ ષડયંત્ર તરીકે ન જોવા જોઈએ.