કેશ કિંગ એંટી-હેયરફૉલ શેમ્પુએ પોતાની નવી જાહેરાતમાં યુવા જોશથી ભરપુર અને મનોરંજનની દુનિયાની ઉભરતી સ્ટાર પલક તિવારી અને સદાબહાર ખુબસૂરતીની મલિકા શિલ્પા શેટ્ટીને એકસાથે પ્રસ્તુત કરી છે. વર્ષ 2019થી જ શિલ્પા શેટ્ટી બ્રાંડની ઓળખાણ રહી છે અને કેશ કિંગ આયુર્વેદ ઑઇલ – ભારતનું નં. 1 હેયરફૉલ એક્સપર્ટને એન્ડોર્સ કરી રહી છે.
રાજુ હિરાની ફિલ્મ્સ દ્વારા તૈયાર આ નવા કેશ કિંગ એંટી-હેયરફૉલ શેમ્પુ કોમર્શિયલમાં બંને અભિનેત્રીઓ ખૂબ જ રોચક વાતચીત કરતી નજરે ચડશે અને “ઉડે જબ જબ જુલ્ફેં તેરી” જેવા જૂના જમાનાના ગીતે તો તેને હજી વધુ ખાસ બનાવ્યું છે. આ કોમર્શિયલ મે મહિનાથી પ્રસારિત કરવામાં આવશે.
આ નવા કોમર્શિયલ વિશે જણાવતાં શ્રીમતી પ્રીતિ સુરેકા, ડાયરેક્ટર, ઈમામી લિમિટેડ કહે છે કે “કેશ કિંગ વાળ અને સ્કેલ્પની સંભાળ લેતી એક બ્રાંડ છે અને તેનો આધાર આયુર્વેદ છે. કેટલાય વર્ષોથી આ બ્રાંડે પોતાના ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરી છે. શિલ્પા શેટ્ટી તેની બ્રાંડ એમ્બેસેડર છે. શિલ્પા હંમેશાથી જ યોગના માધ્યમથી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપતી આવી છે અને તેથી બ્રાંડના પ્રાકૃતિક સમાધાન પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા માટે તે એકદમ ઉપયુક્ત છે. દરરોજ ખરતાં વાળથી પરેશાન થતી આજની પેઢી માટે એક બહેતર સમાધાન પ્રદાન કરવા માટે એક ખૂબ જ ટેલેંટેડ પલક તિવારીને પણ અમારી સાથે સામેલ કરી છે. બૉલીવુડની એક ઉભરતી કલાકારના રૂપમાં પલક તિવારી અને શિલ્પાની સદાબહાર ખુબસૂરતી લોકોમાં એક નવો જોશ જગાડશે અને તદ્દન નવા અંદાજમાં બ્રાંડ વિશેની વાતોને તેમના સુધી પહોંચાડશે.”
પલક તિવારી, કેશ કિંગ બ્રાંડની સાથે પોતાના સફરની શરૂઆત કરનાર સૌથી નવા સદસ્યએ કહ્યું, “ભારતની મહાન આયુર્વેદની પરંપરા એક સ્વસ્થ જીવન માટે સંપૂર્ણ સમાધાન પ્રદાન કરે છે. આજના આ વ્યસ્ત અને ઝડપી જીવનમાં વાળ ખરવા જેવા રોજીંદા પડકારોનો સામનો કરવા માટે અમને જરૂર છે એક પ્રાકૃતિક ઉપાયની. મારા લાંબા વાળ પર મને ગર્વ છે અને નિયમિત રીતે તેમની માવજત કરવી પડે છે. મારા વાળને મજબુત અને સ્વસ્થ રાખવા માટે હું ફક્ત અને ફક્ત વિશુદ્ધ તથા વિશ્વસનીય સમાધાન પર જ વિશ્વાસ કરું છું જેમ કે કેશ કિંગ. મને ખુશી છે કે હું કેશ કિંગ એંટી-હેયરફૉલ શેમ્પુ સાથે જોડાઈ શકી છું અને ટેલેંટેડ અને સેલિબ્રેટેડ શિલ્પા શેટ્ટીની સાથે એક જ સ્ક્રીનમાં કામ કરવું મારા માટે ગર્વની વાત છે.”
કેશ કિંગ એંટી-હેયરફૉલ શેમ્પૂએ પોતાની નવી બ્રાંડ કમ્યુનિકેશન માટે પલક તિવારીની ‘ચમક’ અને શિલ્પા શેટ્ટીની ‘દમક’ સાથે એક નવી જોડીને પ્રસ્તુત કરી છે
Date: