અમદાવાદ 14 મેં, 2024: અમદાવાદમાં અહીં કેરીનો ખજાનો હાલમાં જિલ્લા પંચાયત સિડ ફામ ખાતે, સ્વામિનારાયણ મંદિર પાસે, ગુરુકુળ રોડ, મેટ્રો સ્ટેશનની બાજુમાં કેસર કેરી મહોત્સવ 2024નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે ખેડૂત દ્વારા મહોત્સવનું અનાવરણ કરવામાં આવ્યું જે બે મહિના સુધી ચાલશે. આ મહોત્સવમા ૬૦ જેટલા સ્ટોલ છે. ખેડૂતો દ્વારા સીધુ વેચાણ તલાલા ગીરની મીઠી મધ જેવી ફાર્મ ફ્રેશ કેરીનુંવેચાણ કરવામાં આવશે. અહીં કેવી, કેટલા પ્રકારની કેરી મળે છે અને શું કિંમત છે તેના માટેની વિશેષ માહિતી આ ઉપરાંત કેસર કેરીને કેવી રીતે ઓળખી શકાય તેની માહિતી પણ ખેડૂતો દ્વારા મળશે. ૨૦૦ ખેડૂતોનો લાગ્યો કેસર કેરીના વેપાર અર્થે અમદાવાદમાં આવ્યા. ગુજરાતનુ ગૌરવ સમાનએ ગીરની કેસર કેરી અમદાવાદ અને બીજા અન્ય શહેરો સુધી પહોંચે એ માટે સરકાર અને ખેડુતનો સામુહિક પ્રયાસ છે. ખેડૂતોને સીધું વેચાણ થાય એ માટે યોજાય છે કેરી મહોત્સવ.