
ગોલ્ડન સિટી જેસલમેરની મધ્યભાગમાં આવેલ ક્લબ મહિન્દ્રા જેસલમેર રિસોર્ટ ઈતિહાસ, કલ્ચર અને એડવેન્ચરનું એક અસાધારણ અને શ્રેષ્ઠ મિશ્રણ રજૂ કરે છે. પ્રતિષ્ઠિત જેસલમેર કિલ્લાની નજીક અને કુંભલગઢ તથા જોધપુરથી ડ્રાઈવિંગ કરી જઈ શકાય એટલા અંતરે આવેલ આ રિસોર્ટ તમારા પ્રવાસને ઐતિહાસિક આકર્ષણના સ્પર્શ સાથે જોડે છે. જેસલમેર એરપોર્ટ અને રેલવે સ્ટેશનથી એર, રેલ અને રોડ મારફતે બિલકુલ સરળતાથી આ રિસોર્ટ 11 ઓગસ્ટથી 31 માર્ચ સુધી સિઝનલી સંચાલિત છે. ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી પીક સિઝનમાં અહીં 90 ટકા એક્યુપેન્સી રેટ હોય છે, જે એક્સપ્લોરેશન તથા રિલેક્ઝન બન્ને માટે એક આદર્શ સ્થાન બની રહ્યું છે.થારના વિશાળ રણની પૃષ્ઠભૂમિમાં આવેલ આ રિસોર્ટમાં 69 વિશાળ રૂમ છે,જેમાં સ્ટુડિયો અને હોટેલ યુનિટનો સમાવેશ થાય છે, આ તમામ સ્થાનિકસ્તરે પ્રાપ્ત જૈસલમેરી બલુઆ પત્થરમાંથી તૈયાર કરવામાં આવેલ છે અને પોતાના ખાસ પીળા રંગ માટે તે ખાસ ઓળખ ધરાવે છે, જે આ પ્રોપર્ટીમાં એક ખાસ આકર્ષણનો ઉમેરો કરે છે. આગમન અંગે મહેમાનોનું પરંપરાગત કચ્છી ઘોડી, ઢોલ અને આરતી ટીકા સમારંભથી સ્વાગત કરવામાં આવે છે, જે એક સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવને પ્રદાન કરે છે.રિસોર્ટમાં ભોજન કરવું તે એક શાનદાર અનુભવ છે, જીનમ રેસ્ટોરન્ટમાં પ્રાદેશિક રાજસ્થાનિ અને મલ્ટી-ક્યુસિન ડિશિસની વિશાળ શ્રૃખલા ઉપલબ્ધ છે, જે તમામ પ્રકારના આહારોને લગતી પ્રાથમિકતાને પૂરી કરે છે. ગ્લૂટેન-ફ્રી, લેક્ટોસ-ફ્રી અને શાકાહારી વિકલ્પની સાથે મગદાળ, કચોરી, લાલ માસ, દાલબાટી ચૂરમા, બાજરાના રોટલા અને કેર સાંગરી જેવા પરંપરાગત પસંદગીના ભોજનનો આનંદ લઈ શકાય છે. બહાર બેસવની વ્યવસ્થા અને ઓકેઝનલ લાઈવ મ્યુઝીક અતિથીઓના અનુભવોને વધારે આનંદદાયક બનાવે છે. આ રિસોર્ટ ખાતે એક સ્પા પણ આવેલું છે, જે વ્યક્તિગત રીતે તથા કપલને માટે વિવિધ પ્રકારની વેસ્ટર્ન થેરાપીઝ ઉપલબ્ધ કરાવે છે, તે તેમને વધુ આરામદાયક સ્થિતિ માટે એક આદર્શ સ્થાન બનાવે છે. આ ઉપરાંત આ પ્રોપર્ટી ખાતે એક સેન્ટ્રલ સ્વિમિંગ પૂલ છે, જે હોટેલ યુનટો અને વિશાળ લોનથી ઘેરાયેલ છે અને તે વિવિધ કાર્યક્રમો અને સમારંભો માટે આદર્શ છે.