મોટી સફળતા હાંસલ કરવા સતત મહેનત તેમજ શિસ્ત સૌથી મહત્વપૂર્ણ છે ઃ ધાર્મિક વ્યÂક્ત હોવાનો સાફ ઇન્કાર
નવી દિલ્હી, તા. ૨૪
વર્લ્ડકપ ૨૦૧૯માં મળેલી હારને બે સપ્તાહનો સમય થયો નથી. જે ટીમ ઇÂન્ડયાને વર્લ્ડકપ માટે સૌથી પ્રબળ દાવેદાર તરીકે ગણવામાં આવી રહી હતી તે ટીમ ન્યુઝીલેન્ડની સામે હારી ગઈ હતી. ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડકપમાં રમીને પરત ફરેલી ટીમ ઇÂન્ડયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ વખત અનેક વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હવે ભારતમાં છે તે પોતાના વ્યસ્ત રુટિન, જીમ અને શૂટમાં સમય ગાળી રહ્યો છે. વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ફટકાર લગાવવાવાળો માહોલ હવે ચેન્જરુમમાં રહ્યો નથી. હવે મૈત્રીપૂર્ણ માહોલ રાખવામાં આવે છે. કુલદીપ યાદવ સાથે તેનું વર્તન જેવું રહે છે તેવું જ વર્તન ધોની સાથે પણ રહે છે. માહોલ એવો રહે છે કે, કોઇપણ ખેલાડી કોઇપણ વાત રજૂ કરી શકે છે. તે પોતે ખેલાડીઓ પાસે જઇને જુદી જુદી વાતો કરતો રહે છે. ભુલોનું પુનરાવર્તન ન કરવા માટે ખેલાડીઓને સલાહ આપવામાં આવે છે. ટીમ ઇન્ડયાના કેપ્ટને કહ્યું છે કે, પોતાની લાઇફમાં હાર અને નિષ્ફળતાથી ઘણી બધી બાબતો શીખી છે. ખરાબ સમયના કારણે તેને આગળ વધવામાં મદદ મળી છે. સાથે સાથે એક વ્યક્ત તરીકે સુધારો પણ થયો છે. ખરાબ તબક્કાના મહત્વને સમજીને આગળ વધ્યો છે. રોડ મેપ તૈયાર કરીને તે આગળ વધી શક્યો છે. વિરાટનું કહેવું છે કે, દરેક ખેલાડીને મહેનત કરવાની જરૂર હોય છે. જા મહેનત કરવાનું બંધ કરી દેવામાં આવે તો સફરની સમાપ્તિ થઇ જાય છે. આમાં કોઇ વિકલ્પ રહેતા નથી. મહેનત કરવાની હોય છે અને એજ ચીજાને ફરી કરવાની જરૂર હોય છે. નિયમિતતા અને સફળતા એકબીજા સાથે જાડાયેલી છે. વિરાટનું કહેવું છે કે, એક પ્રોફેશનલ ક્રિકેટર માટે રમત તમામથી ઉપર છે. લક્ષ્યાંક પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાથી લાભ થાય છે. ઘર્મના સંદર્ભમાં વાત કરતા વિરાટ કોહલીનું કહેવું છે કે, તે કોઇ ધાર્મિક વ્યક્ત નથી. કોઇ ધર્મ સાથે બંધાઈને રહેતો નથી. ખુલ્લા દિલથી તમામ ધર્મનું સન્માન કરે છે. દરેક પ્રકારના લોકોને સ્વીકાર કરે છે. તેને લાગે છે કે, તમામ લોકો આધ્યાત્મક હોય છે. અમને ક્યારેક ક્યારેક લાગતુ નથી પરંતુ અમે તમામ એક સમાન તરીકે છે. નવા ખેલાડીઓને પણ તે પ્રેરિત કરતો રહે છે. નવા ખેલાડીઓ સાથે વધુ વાતચીતને લઇને વિરાટે કહ્યું છે કે, રિષભ પંત, શુભમન અને શ્રેયસ અય્યર જેવા ખેલાડી સાથે છે તેમનામાં આત્મવિશ્વાસ પણ દેખાઈ આવે છે. તેનું એમ પણ કહેવું છે કે, ૧૯-૨૦ વર્ષની વયમાં જે પ્રકારનો આત્મવિશ્વાસ હોયછે તેના કરતા આ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ વધારે છે. મોટી સ્પર્ધા રમવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ટીમ ઇન્ડયાના કેપ્ટનનું કહેવું છે કે, તે બીજી રમતોના ખેલાડીઓને પણ મળી ચુક્યો છે. ઇંગ્લેન્ડના ફુટબોલર હેરિકેનને મળી ચુક્યો છે. ટેનિસ સ્ટાર પેસને પણ મળી ચુક્યો છે. ૨૦૧૨ બાદ ઓસ્ટ્રેલિયાની સામે જ્યારે તે રમી રહ્યો હતો ત્યારે વિશ્વ ક્રિકેટમાં ઝડપથી ફેરફાર થઇ રહ્યા હતા.