રાહતઆગની જેમ દઝાડતા પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લોકોને થોડી રાહત મળી શકે છે. મોદી સરકાર પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવમાં રાહત કેવી રીતે મળી શકે તેનાં ઉપાયો શોધી રહી છે. ત્યારે તાજેતરમાં આંતરાષ્ટ્રીય બજારમાંથી થોડા રાહતનાં સમાચાર મળી રહ્યાં છે.
જેનાંથી ક્રુડ ઓઈલનાં વધતા ભાવમાં ઘટાડો થઈ શકે છે. આજે ક્રુડ ઓઈલ 44 સેન્ટ્સ ઘટીને 78.35 ડોલરે પહોંચી ગયું છે. બીજી તરફ WTI ક્રુડની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. તો રશિયા અને સાઉદી અરબીયાએ પણ ઓઈલની માંગને પહોંચી વળવા પોતાનાં નિયમોમાં ફેરફાર કર્યા છે. એટલે કે ક્રુડ ઓઈલનાં ભાવમાં ઘટાડો થતાં પેટ્રોલ-ડિઝલ પણ સસ્તું બની શકે છે.
ત્યાં જ યૂએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI) ક્રૂડની કિંમત પણ નીચી આવી ગઇ છે. 33 સેન્ટ્સની કટૌતી સાથે આ ભાવ 70.38 ડૉલર પ્રતિ બૈરલ પર હાલ બની રહેલ છે.
રશિયાનાં ઉર્જામંત્રી એલેક્ઝાન્ડર નોવાકે પોતાનાં સાઉદી સમકક્ષ ખાલિદ અલ-ફલિહ સાથે વાર્તા કરી. આ દરમ્યાન બંને દેશ કાચા ક્રૂડ ઓઇલની વૈશ્વિક આપૂર્તિની શરતોને સરળ કરવા માટે રાજી થયાં.
છેલ્લાં એક વર્ષથી કાચા ક્રૂ઼ડ ઓઇલની આપૂર્તિ ઘણી ઓછી થઇ છે. આનાં માટે પેટ્રોલિયમ એક્સ્પોર્ટિંગ દેશો (OPEC)ની તરફથી નિયમ કડક કરવા માટે જવાબદાર હતાં. આ સિવાય વેનેઝુએલામાં રજૂ આર્થિક સંકટે પણ કાચા ક્રૂડ ઓઇલની કિંમતોને રેકોર્ડ સ્તર પર પહોંચાડવાનું કામ કર્યું છે