Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadખેડૂતોને વાવણી માટે એક પાણ પાણી આપવા નિર્ણય

ખેડૂતોને વાવણી માટે એક પાણ પાણી આપવા નિર્ણય

Date:

spot_img

Related stories

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...
spot_img

નર્મદા પાઇપલાઈન દ્વારા સુજલામ-સુફલામ યોજનામાં જાડાયેલા ૪૦૦થી વધુ તળાવો નર્મદાના નીર સાથે ભરાશે
અમદાવાદ,તા.૭
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ખેડૂતોનો પાક બચાવવા અને વાવણી કરવા માટે સુજલામ-સુફલામ યોજના, સૌની યોજનામાં નર્મદાનું પાણી અને કડાણા યોજનામાંથી મહી કમાન્ડના વિસ્તારોમાં આજથી એક પાણ પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબમુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અસ્ધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ખેડૂતોના હિત માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે. જેના પરિણામે ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે અને પશુઓને પીવાના પાણીની સુવિધા વધુ ઉપલબ્ધ થશે. પટેલે ઉમેર્યુ કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ધારાસભ્યો-ખેડૂત આગેવાનોની મળેલ રજુઆતોને પરિણામે આ નિર્ણય કરાયો છે. જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તે વિસ્તારના ૪૦૦ થી વધુ તળાવો કે જે નર્મદા પાઇપલાઇનથી જોડાયેલા છે તે તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે તે જ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ જે વિસ્તારોમાં સિંચાઇ માટે પાણીની જરૂરીયાત છે તે વિસ્તારોમાં પણ નર્મદાના નીર પમ્પીંગ કરીને પુરા પાડવામાં આવશે. એ જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ખેડા-આણંદ જિલ્લામાં જ્યા ડાંગરની વાવણી-ધરૂનું રોપાણ થયુ છે તે વિસ્તારોમાં ધરૂ બચાવવા માટે પણ કડાણા બંધમાંથી મહી યોજના દ્વારા કમાન્ડ વિસ્તારમાં આજથી જ એક પાણ માટે પાણી પુરૂ પાડવામાં આવશે સાથે-સાથે ખેડૂતોને અગાઉ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તે મુજબ આઠ કલાકના બદલે ૧૦ કલાક વિજળી પુરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યુ કે, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઇ છે તે સંદર્ભે પણ રાજ્ય વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયુ છે અને કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર રહે તે માટે પણ સૂચનાઓ આપી દેવાઇ છે.

રણદીપ હુડ્ડા-લિન લૈશ્રામના ઘરે કિલકારી ગુંજી: દાદા અને પૌત્રીનો...

બોલિવુડ અભિનેતા રણદીપ હુડ્ડા અને તેમની પત્ની લિન લૈશ્રામને...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here