12 જૂનથી 19 જૂન સુધી ચાલનારી હજયાત્રા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 577 હજયાત્રિકોનાં મોત થયાં છે.
સાઉદી અરેબિયાના મક્કામાં હજયાત્રાએ પહોંચેલા 550 યાત્રિકોનાં મોત થયાં છે. ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, મૃતકોમાં 323 નાગરિકો ઇજિપ્તના છે, જ્યારે 60 જોર્ડનિયન છે. આ સિવાય ઈરાન, ઈન્ડોનેશિયા અને સેનેગલના હજયાત્રીઓનાં પણ મોત થયાં છે. 2 આરબ ડિપ્લોમેટ્સે AFPને જણાવ્યું હતું કે મોટા ભાગનાં મૃત્યુ ગરમીના કારણે થયેલી બીમારીના કારણે થયાં છે.તેનું કારણ સાઉદી અરેબિયામાં પ્રચંડ ગરમી હોવાનું કહેવાય છે. સાઉદીના મક્કામાં તાપમાન 52 ડિગ્રી પર પહોંચ્યું છે. 17 જૂને મક્કાની ગ્રાન્ડ મસ્જિદમાં તાપમાન 51.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર મક્કામાં ક્લાઈમેટ ચેન્જની ભારે અસર થઈ રહી છે. અહીંનું સરેરાશ તાપમાન દર 10 વર્ષે 0.4 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે.
ઇજિપ્તના વિદેશ પ્રધાને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સાઉદી સત્તાવાળાઓ સાથે મળીને ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છે. સાઉદી અરેબિયાએ કહ્યું કે ગરમીના કારણે બીમાર પડેલા લગભગ 2 હજાર હજયાત્રીઓની સારવાર કરવામાં આવી રહી છે.જો કે, હજની મોટાભાગની વિધિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે, જેમાં અરાફાત પર્વતની દુઆનો સમાવેશ થાય છે. આ માટે યાત્રાળુઓએ લાંબો સમય બહાર તડકામાં રહેવું પડે છે. યાત્રાળુઓએ કહ્યું કે હજ દરમિયાન તેઓ ઘણીવાર બીમાર યાત્રાળુઓને રસ્તાની સાઈડમાં જોતા હોય છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. હજ રૂટ પર એમ્બ્યુલન્સનો સતત ધસારો રહે છે. ગત વર્ષની શરૂઆતમાં હજ પર ગયેલા 240 હજયાત્રીઓનાં મોત થયા હતા. આમાંના મોટાભાગના ઇન્ડોનેશિયાના હતા. સાઉદીએ તમામ પ્રવાસીઓને છત્રીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. આ સિવાય તેમને સતત પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે.
અહીંયા કેટલાક હજયાત્રીઓ વિઝા વગર પણ હજ કરવા આવે છે. સાઉદી રાજદ્વારીઓએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાં ઇજિપ્સિયન યાત્રાળુઓની સંખ્યા વધુ છે કારણ કે તેમાંથી ઘણાએ હજ માટે નોંધણી કરાવી ન હતી. આ મહિનાની શરૂઆતમાં, સાઉદી અરેબિયાએ મક્કામાંથી હજારો અનરજિસ્ટર્ડ યાત્રીઓને હાંકી કાઢ્યા હતા. આ વર્ષે લગભગ 18 લાખ યાત્રીઓ હજ માટે પહોંચ્યા છે. તેમાંથી 16 લાખ લોકો અન્ય દેશોના છે. દર વર્ષે હજારો હજયાત્રીઓ હજ પર જાય છે, જેમની પાસે આ હેતુ માટે જ વિઝા છે. પૈસાની કમીને કારણે આ યાત્રાળુઓ ખોટા માર્ગે મક્કા પહોંચે છે. હજનું આયોજન સાઉદી અરેબિયાના રાજવી પરિવાર માટે સન્માનની વાત છે. સાઉદી કિંગને 2 પવિત્ર મસ્જિદોના સંરક્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે.