નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર થયા બાદ સવર્ણોને 10 ટકા આર્થિક અનામત બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે આખરી મહોર મારી છે.આવતા અઠવાડિયાથી સરકારના તમામ વિભાગો દ્વારા સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આર્થિક રીતે નબળા વર્ગને 10% અનામતનો લાભ મળશે. એક સપ્તાની અંદર જ અનામતનો લાભ મળવાનું પણ શરૂ થઈ જશે. સરકારે આ બાબતની અધિસુચના પણ જાહેર કરી દીધી છે. સામાજીક ન્યાય અને કાયદા મંત્રાલય એક સપ્તાહની અંદર આ કાયદા સાથે સંકળાયેલી જોગવાઈઓને અંતિમ રૂપ આપશે.
ઉલ્લેખનિય છે કે, સામાન્ય વર્ગના આર્થિકરીતે પછાત લોકોને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવાના નિર્ણય પર કેબિનેટે 7 જાન્યુઆરીએ મહોર લગાવી હતી. 8 જાન્યુઆરીએ આ બાબતે લોકસભામાં બંધારણનું 124મું સંશોધન બીલ 2019 રજુ કરવામાં આવ્યુ. આ બીલના સમર્થનમાં 323 વોટ પડ્યાં હતા જ્યારે આ બીલના વિરોધમાં 3 વોટ પડ્યા હતા. બંન્ને ગૃહોમાં બીલ પસાર થયાં બાદ અંતિમ મંજૂરી માટે રાષ્ટ્રપતિને મંજુરી માટે મોકલવામાં આવ્યું. હવે રાષ્ટ્રપતિએ આ બીલ પર સહી કરી દીધી છે.