અમદાવાદ: ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખનું એલાન થઈ રહ્યુ છે. . ચૂંટણી કમિશ્નર સંજયપ્રસાદની પીસી મનપા અને પંચાયતની ચૂંટણીનું એલાન કરશે. 31 જિલ્લા પંચાયત અને 6 મનપાની ચૂંટનીનુ એલાન આજે થવાની શક્યતા છે. તાલુકા પંચાયત અને 80 નગર પંચાયતની પણ આજે જાહેરાત થઈ શકે છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એની સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની તારીખો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત, 80 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.
આ મતદાનની મતગણતરી મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરી અને નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતોની મતગણતરી 2જી માર્ચ રાખવામાં આવી છે.
વર્ષે 2015માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી ત્યારે રાજ્યમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીના આંદોલનની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં થઈ હતી. જેના પરિણામે રાજ્યમાં છેલ્લા બે દશકાથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીને અનેક જગ્યાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસને આ આંદોલનનો સીધો જ ફાયદો થયો હતો. પરંતુ હવે ગુજરાતનું રાજકીય વાતાવરણ બદલાયું છે. વર્ષે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં ફરી 26માંથી 26 બેઠકો પર જીત મેળવી હતી. ત્યારબાદ યોજાયેલી પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થયો હતો. સામા પક્ષે કૉંગ્રેસ પોતે જીતેલી બેઠકો પણ સાચવી શકી ન હતી.