ગુજરાતમાં કોરોનાના ૩૬થી વધુ કેસ સપાટી પર : ત્રણ દર્દીના મોત
છેલ્લા ૨૪ કલાકમાં વડોદરામાં સૌથી વધુ ૧૮ અને અમદાવાદમાં ૧૫ કેસ સપાટી પર : ૧૨૦૪૨ લોકો ક્વોરન્ટાઈન હેઠળ : અમદાવાદમાં ૩ના મોત

અમદાવાદ,તા. ૧૧
હાલત દિન પ્રતિનિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. કેસોની સંખ્યામાં સતત મોટો વધારો થયો છે. આજે વધુ ૩૬ નવા કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને ૪૬૮ ઉપર પહોંચી ગઇ છે. આજે અમદાવાદમાં ૧૫, વડોદરામાં ૧૮, ભરુચમાં એક, ગાંધીનગરમાં એક, છોટા ઉદેપુરમાં એક સહિત ૩૬ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા જ્યારે રાજ્યમાં ૪૬૮ કુલ પોઝિટિવ દર્દીઓનો નોંધાઈ ચુક્યા છે. હજુ ચાર દર્દીઓ વેન્ટીલેટર પર છે. ૩૯૮ લોકો સ્થિર સ્થિતિમાં છે. આજે ત્રણ લોકોના મોત થયા હતા. આની સાથે જ કુલ મોતનો આંકડો વધીને ૨૨ પર પહોંચ્યો છે અને ત્રણેય મોત અમદાવાદમાં થયા છે જે પૈકી ૬૫ વર્ષીય પુરુષનું અમદાવાદ એસવીપી હોસ્પિટલમાં મોત થયું છે જ્યારે ૭૦ વર્ષીય પુરુષનું સિવિલ હોસ્પિટલ અમદાવાદ અને ૬૫ વર્ષીય પુરુષનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. રાજ્યમાં મોતનો આંકડો પણ વધ્યો છે. આજે સ્વસ્થ થયા બાદ કુલ ૧૦ લોકોને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદમાં આજના નવા કેસોની સાથે જ કેસોની સંખ્યા વધીને ૨૪૩ થઇ છે. રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારમાં અમદાવાદ સામેલ છે. આજે નવા નોંધાયેલા ડિસ્ચાર્જ લોકોની વાત કરવામાં આવે તો ગાંધીનગર સિવિલમાંથી બે, સુરત સિવિલમાંથી બેને રજા આપવામાં આવી છે. પોરબંદરમાં જનરલ હોસ્પિટલમાંથી બે-બે, ભાવનગરમાં સરટીમાંથી બે-બેને રજા આપવામાં આવી છે. ક્વોરનટાઈન દર્દીઓની વાત કરવામાં આવે તો હોમ ક્વોરનટાઈન રહેલા દર્દીઓની સંખ્યા ૧૦૭૩૫ છે જ્યારે સરકારી ફિસિલિટીમાં ક્વોરનટાઈન રહેલા દર્દીઓની સંખ્યા ૧૧૩૫ છે. કુલ ક્વોરનટાઈન રહેલા દર્દીઓની સંખ્યા ૧૨૦૪૨ રહી છે. હજુ સુધી ૯૭૬૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૪૬૮ પોઝિટિવ આવ્યા છે અને ૮૮૮૮ નેગેટિવ આવ્યા છે. ૪૦૭ના પરિણામ બાકી રહ્યા છે. ડ્રોનમાં સ્પીકર લગાવીને લોકોને સંદેશો આપવા માટે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. કોરોના-૧૯ની કામગીરી સંભળતા રાજ્ય સરકારના કોઇપણ કર્મચારીનું કોરોના ચેપના લીધે મૃત્યુ થશે તો કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાયતા કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. કોરોના અને લોકડાઉનની સ્થિતિમાં ગુજરાતમાં હજુ સુધી ૪૦ લાખ કરતા વધુ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાનનિધિ યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં જંગી રકમ જમા કરવામાં આવી છે. ક્વોરનટાઇનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર વિસ્તારમાં જાવા મળેલા પોઝિટિવ દર્દીઓના ક્લસ્ટરના પગલે રાજ્ય સરકારે આ વિસ્તારમાં ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ કામગીરી હાથ ધરી છે જેના ભાગરુપે આ વિસ્તારોને સંપૂર્ણરીતે લોકડાઉન કરવામાં આવે છે તેમજ સઘન સર્વે હાથ ધરીને હાઈરિસ્ક અને રોગના લક્ષણ ધરાવતા દર્દીઓ શોધી કાઢી તેમના નિદાન અને સારવારની કામગીરી હાથ ધરવામાં આવે છે. આના ભાગરુપે અમદાવાદમાં ક્લસ્ટરમાં અમદાવાદમાં ૧૪, સુરતમાં બે, ભાવનગરમાં બે, વડોદરામાં બે, રાજકોટમાં બે કુલ ૨૨ ક્લસ્ટર વિસ્તારોમાં આ મુજબની કાર્યવાહી ચાલી રહી છે. રાજ્યમા હવે કોરોનાનો કાળો કરે ખતરનાક અને સાચા અર્થમાં ચિંતાજનક બની રહ્યો છે. કારણ કે, જે પ્રમાણે અને ઝડપે સતત કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે તે જાતાં આગામી દિવસોમાં રાજયમાં કોરોનાનો કહેર ભયંકર અને ભયાવહ બની શકે છે. સતત વધી રહેલા કેસો અંગે આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું છે કે હોટસ્પોટ અને ક્લસ્ટર કરવામાં આવેલા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેના કારણે કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ટેસ્ટિંગ વધારી દેવાથી આ વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધી રહ્યાં છે અને આગામી કેટલાક દિવસોમાં પણ વધારે કેસો બહાર આવી શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સૌથી પ્રભાવિત વિસ્તાર અમદાવાદ છે.
કેસોમાં જારદાર ભડકો થયો : ૨૪ કલાકમાં કેસો… : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬ પોઝિટિવ કેસો નોંધાઈ ગયા છે. આજે વધુ ત્રણ લોકોના મોત થયા છે. આની સાથે જ મોતનો આંકડો વધીને ૨૨ ઉપર પહોંચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલા કેસો નોંધાયા તે નીચે મુજબ છે.
વિસ્તાર કેસ
અમદાવાદ ૧૫
વડોદરા ૧૮
ભરુચ ૦૧
ગાંધીનગર ૦૧
છોટાઉદેપુર ૦૧
કુલ ૩૬
ગુજરાત : કોરોનાનું પૂર્ણ ચિત્ર : ગુજરાતમાં પણ કોરોના કેસોમાં જારદાર ભડકો થયો છે. હાલત દિન પ્રતિનિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. કેસોની સંખ્યામાં સતત મોટો વધારો થયો છે. આજે વધુ ૩૬ નવા કેસો સપાટી પર આવ્યા છે. આની સાથે જ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને ૪૬૮ ઉપર પહોંચી ગઇ છે. આજે અમદાવાદમાં ૧૫, વડોદરામાં ૧૮, ભરુચમાં એક, ગાંધીનગરમાં એક, છોટા ઉદેપુરમાં એક સહિત ૩૬ દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા જ્યારે રાજ્યમાં ૪૬૮ કુલ પોઝિટિવ દર્દીઓનો નોંધાઈ ચુક્યા છે. ગુજરાતમાં કોરોનાને લઇને સંપૂર્ણ ચિત્ર નીચે મુજબ છે.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસ ૪૬૮
ગુજરાતમાં કોરોનાથી કુલ મોત ૨૨
છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કેસ ૩૬
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કેસ ૧૫
છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ કેસ વડોદરા (૧૮)
ગુજરાતમાં હજુ સુધી ટેસ્ટ ૯૭૬૩
ગુજરાતમાં કુલ નેગેટિવ પરિણામ ૮૮૮૮
કુલ ટેસ્ટના પરિણામ પેન્ડિંગ ૪૦૭
હોમ ક્વોરનટાઈન રહેલા લોકો ૧૦૭૩૫
સરકારી ફેસિલિટીમાં ક્વોરનટાઈન ૧૧૩૫
પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરનટાઈન ૧૭૨
ગુજરાતમાં કુલ ક્વોરનટાઈન ૧૨૦૪૨
છેલ્લા ૨૪ કલાકમાં ટેસ્ટ ૨૦૪૫
છેલ્લા ૨૪ કલાકમાં મોત ૦૩
હજુ સુધી વેન્ટીલેટર પર રહેલા દર્દી ૦૪
હજુ સુધી સ્થિર રહેલા દર્દી ૩૯૮
દર્દીઓને રજા અપાઈ ૪૪
છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ પુરષો ૨૯
છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ મહિલા ૦૭
છેલ્લા ૨૪ કલાકમાં ડિસ્ચાર્જ લોકો ૧૦