Saturday, December 28, 2024
HomeGujaratAhmedabadગુજરાતમાં સૌ પ્રથમવાર ગૂગલ અર્થથી ટ્રાફિક સમસ્યા ઉકેલીમાં આવી : અકસ્માત-મોત 23%...

ગુજરાતમાં સૌ પ્રથમવાર ગૂગલ અર્થથી ટ્રાફિક સમસ્યા ઉકેલીમાં આવી : અકસ્માત-મોત 23% ઘટશે તેનો દાવો કરાયો

Date:

spot_img

Related stories

પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચ્યો, ટૂંક...

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92...

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....
spot_img

Ahmedabad Traffic Problem Solution By Google Earth : અમદાવાદની સૌથી વિકટ સમસ્યાઓની વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યાએ સૌથી જટીલ સમસ્યાઓ પૈકીની એક સમસ્યા છે. જેને નિવારવા માટે પોલીસ દ્વારા અનેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવે છે. જો કે ઘણીવાર તેમાં ધારી સફળતા મળતી નથી.પરંતુ અમદાવાદ પૂર્વના ડીસીપી સફીન હસને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા મહત્ત્વના ટ્રાફિક જંક્શન પરની ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ગૂગલ અર્થ દ્વારા મળતી ઇમેજનો ઉપયોગ કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર ગૂગલ અર્થ દ્વારા ટ્રાફિક નિરાકરણની કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ(પૂર્વ)માં તેમણે જ્યારે ચાર્જ સંભાળ્યો ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક મહત્ત્વના જંકશન પર ટ્રાફિક સમસ્યા સૌથી વધારે હતી.

જેના નિરાકરણ માટે તેમના અગાઉ કામ કરી ચૂકેલા સિનિયર અધિકારીઓએ અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા હતા પરંતુ ધાર્યા મુજબની કામગીરી થઈ શકી નહોતી. જેથી તેમણે તેમના વિસ્તારમાં આવતા ઠક્કરબાપા નગર, સીટીએમ જંકશન, ડફનાળા જંકશન, હરિદર્શન ક્રોસ રોડ જંકશન, સુતરના કારખાના જંકશન, નરોડા બેઠક જંકશન, કૃષ્ણનગર જંકશન, ખોડીયારનગર જંકશન, હાટકેશ્વર જંક્શન, નરોડા મુક્તિ ધામ જંક્શન, રખિયાલ ચાર રસ્તા, ભુલાભાઈ ચાર રસ્તા, પીરાણા ચાર રસ્તા સહિત વિસ્તારોમાં ખાસ તપાસ કરી હતી. ત્યાર બાદ પ્રોજેક્ટ અમલી કર્યો હતો. પૂર્વ વિસ્તારની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે મહત્ત્વના જંકશન પર ટ્રાફિક મુવમેન્ટને સામાન્ય કરવી જરૂરી હતી. જેથી એક વિચાર આવ્યો કે સ્ટાફને સતત રોકવા કરતાં ટૅક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કરવો. જેથી ગૂગલ અર્થની મદદથી તમામ જંકશન પર લાઇવ ટ્રાફિક મુવમેન્ટને અલગ અલગ સમયે તપાસવામાં આવી હતી. જેમાં મોટાભાગના જંકશન પર ડિવાઇડર ન હોવાના કારણે વાહનચાલકો રસ્તો ક્રોસ કરતી વેળાએ વળાંક લેતા હતા અને જેના કારણે અકસ્માત સર્જાતા હતા અને ટ્રાફિક પણ થતો હતો. આમ, તમામ જંક્શન પરના ટ્રાફિકના રિપોર્ટને આધારે મોટાભાગના ટ્રાફિક જંકશન પર ડિવાઇડર તૈયાર કરવામાં આવ્યા હતા, જેના કારણે આડેધડ વળતાં વાહન ચાલકોને થોડું ફરવું પડે તેમ હતું. આમ, તમામ જંકશન પર ડિવાઇડર લગાવવા સહિતની કામગીરી કરવાથી ધાર્યા કરતાં સારું પરિણામ મળ્યું હતું. પરંતુ આ નિર્ણયથી કેટલી સફળતા મળી છે તે જોઈએ તો અગાઉ જે ટ્રાફિક જંકશન પર ટ્રાફિક જોવા મળતો હતો તે જોવા મળ્યો નહોતો. એટલું જ નહી ફેટલ એક્સિડેન્ટ(અકસ્માત મૃત્યુ)ના કેસમાં 23.90 ટકાનો જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સાથેસાથે અકસ્માતના કેસમાં પણ ઓવરઓલ 8 ટકાનો ઘટાડો થયો હતો. જે બાબત દર્શાવે છે કે ગૂગલ અર્થની ટૅક્નોલૉજીથી અમદાવાદ પૂર્વના ટ્રાફિકની સમસ્યાને નિવારવામાં નોંધપાત્ર સફળતા મળી છે. – સફીન હસન, ડીસીપી ટ્રાફિક

પૂર્વ વડાપ્રધાન મનમોહનનો પાર્થિવ દેહ બોધ ઘાટ પહોંચ્યો, ટૂંક...

ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહનું 92...

પ્રદીપ મિશ્રાની કથામાં નાસભાગ, અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયા : શિવ...

ઉત્તર પ્રદેશમાં નાસભાગની અનેક ઘટનાઓ વારંવાર આવતી હોય છે....

સંસદમાં ધક્કામુક્કી: પોલીસ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે...

સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે...

કેફિન ટેક્નોલોજીસે બ્લેકરોકના અલાદ્દીન પ્રોવાઇડર નેટવર્ક સાથે જોડાણ કર્યું

એસેટ મેનેજમેન્ટ માટે ટેક્નોલોજી અને ફંડ એડમિનિસ્ટ્રેશન સોલ્યુશન્સમાં અગ્રણી...

વડોદરામાં વકીલ મંડળની ચૂંટણીનું મતદાન શરૂ : યુવા વકીલોમાં...

વડોદરા વકીલ મંડળની ચૂંટણી આજે યોજાઈ રહી છે. જેમાં...

રાજકોટ-અમદાવાદ હાઇવે પર હવે ચોટીલા જતાં શ્રદ્ધાળુઓને નહી નડે...

રાજકોટ-અમદાવાદ સિક્સલેન એક્સપ્રેસ હાઇવેનું કામ હજુ ચાલી રહ્યું છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here