Wednesday, January 8, 2025
HomeGujaratAhmedabadગુજરાતમાં 70 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર 3 મહિનામાં જ બિસ્માર, મુખ્યમંત્રીએ કર્યું...

ગુજરાતમાં 70 કરોડના ખર્ચે બનેલો ફ્લાયઓવર 3 મહિનામાં જ બિસ્માર, મુખ્યમંત્રીએ કર્યું હતું લોકાર્પણ

Date:

spot_img

Related stories

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...
spot_img

ડાકોર બાયપાસ રોડ પર ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના રસ્તા ઉપર રૂ.70 કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા ફલાયઓવર બ્રિજમાં ત્રણ મહિનામાં જ લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો.રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા માંગલ્ય બિલ્ડકોન એજન્સીને ફ્લાયઓવર બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. ત્યારે માત્ર ત્રણ મહિનામાં જ ફ્લાયઓવરમાં સમારકામની જરૂરિયાત ઉભી થતાં બ્રિજ નિર્માણની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે.ડાકોરમાં ઠાસરા, કપડવંજ અને નડિયાદ જવાના ત્રણ રસ્તા ઉપર રૂ.70 કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને હસ્તે તા. 8 માર્ચ 2024ના રોજ ફૂલાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા વર્ષ 2020માં માંગલ્ય બિલ્ડકોન નામની એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી.

જેનું તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. એજન્સીએ 18 મહિનામાં કામપૂર્ણ કરવાનું હતું, જેના બદલે 32 મહિના બાદ ફૂલાયઓવરનું લોકાર્પણ કરાયું હતું. માર્ચ મહિનામાં વાહનવ્યવહાર માટે ખુલ્લા મુકાયેલા ફલાયઓવર બ્રિજ ઉપર જુલાઈ માસમાં લોખંડનો પાટો ઉંચો થઈ ગયો હતો. જેનું સમારકામ માર્ગ મકાન વિભાગની દેખરેખ હેઠળ માંગલ્ય બિલ્ડકોન એજન્સીએ કરાવ્યું છે.નોંધનીય છે કે, 18 મહિનાના બદલે 48 મહિના થઈ ગયા હોવા છતાં ફલાયઓવરનું કામ પૂર્ણ થયું નથી. બે વર્ષ પહેલા સર્વિસ રોડ માટે રૂ.42 લાખ લઈ લીધા હોવા છતાં અત્યાર સુધી સર્વિસરોડનું કામ પૂર્ણ થયું નથી. પ્રજાના પ્રતિનિધિઓ અને અધિકારીઓની મીલીભગતથી બ્રિજના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા લોકોમાં સેવાઈ રહી છે.પ્રતિક સોની, ડેપ્યુટી ઈજનેર, માર્ગ મકાન વિભાગ, (ડાકોર)નું કહેવું છે કે ફ્લાયઓવર પર ગાબડા કે ખાડા પડ્યા નથી. લોખંડની એક્સપાન્શન જોઈન્ટના એંગલના વેલ્ડિંગનું કામ કરવામાં આવ્યું છે.પાટા ઉખડી ગયા એવું કશું છે જ નહીં, આટલો મોટો બ્રિજ બનાવ્યો હોય તો મેઈન્ટેઈન કરીને જ બનાવ્યો હોય તેમ ડાકોરના ભાજપના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર (બકાભાઈ)એ જણાવ્યું હતું. અધિકારીઓ, ફલાયઓવર બનાવનાર એજન્સીએ સ્વીકાર કર્યો હતો કે, ફ્લાયઓવર પર સાંધાનો પાટો ઉંચો થઈ ગયો છે, ત્યારે ધારાસભ્ય ઘટના બની ન હોવાનું જણાવી એજન્સીને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે.હરેશ પટેલ, માંગલ્ય બિલ્ડકોન એજન્સીના કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, હજૂ ફલાયઓવરનું કામ ચાલુ છે. ઓવરલોડ વાહનોના કારણે બે સાંધાનો પાટો ઉંચો થઈ ગયો હતો. જે પાટો કાઢીને નવો લગાવવામાં આવ્યો છે. જેને કારણે સમારકામ કર્યું છે. બ્રિજમાં ક્યાંય ગાબડું કે ખાડી ના પડ્યો હોવાનો દાવો કર્યો હતો.

નાગપુરમાં બે કેસ નોંધાતા દેશમાં HMPVના કુલ કેસો વધીને...

કેન્દ્ર સરકારે રાજ્યોને આઇએલઆઇ (ઇન્ફલ્યુએન્ઝા લાઇક ઇલનેશ) અને એસએઆરઆઇ...

DPA ખાતે શ્રી સર્બાનંદ સોનોવાલ, PSW ના માનનીય મંત્રી...

શ્રી સર્બાનંદ સોનોવાલ, પોર્ટ્સ, શિપિંગ અને માનનીય મંત્રી જળમાર્ગોએ...

ગુજરાત – થોમસ કૂક ઈન્ડિયા માટે મુખ્ય અને શક્તિશાળી...

ગુજરાત થોમસ કૂક (ઇન્ડિયા) લિમિટેડ - ભારતની અગ્રણી ઓમ્નીચેનલ...

અમદાવાદ ફ્લાવર શૉએ વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે...

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે...

અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી સુધી પતંગોત્સવ, 47 દેશોમાંથી 143...

ગુજરાતના અમદાવાદમાં 11થી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન...

દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે...

દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here