અલગ અલગ રાજ્યોના જી-મેઈલ યુઝર્સ અને યુ-ટ્યુબ યુઝર્સના એકાઉન્ટ હેક કરીને તેઓને આર્થિક નુકસાન પહોંચાડનાર આરોપીને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વોટસએપમાં સ્પોન્સરશીપ ઓફર કરીને હેક કર્યુ એકાઉન્ટ
ફરિયાદી અબરાર સાબીર શેખનાનું ગુગલ એકાઉન્ટ હેક કરીને તેમની યુ-ટ્યુબ ચેનલ અને પ્લે સ્ટોરનું જે ઓનલાઈન વર્ક ચાલતું હતું તે વર્કના નાણા મળતાં બંધ થઈ જતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરીને વડોદરા ખાતેથી આરોપી ભૌદિપગીરી દિલીપગીરી ગોસ્વામીને ઝડપી પાડવામાં આવ્યો હતો. અભ્યાસ કરતા ભૈદિપે ગુગલ એકાઉન્ટ હેક કરીને 1 લાખ 42 હજાર પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતાં. આરોપીએ મોબાઈલ નંબર યુ-ટ્યુબ ચેનલ પરથી મેળવીને મોબાઈલ નંબર પર વોટ્સએપમાં સ્પોન્સરશીપની ઓફર કરીને ફરિયાદીની યુ-ટ્યુબ ચેનલ ફીસીંગ કરી હતી.