Sunday, March 8, 2026
HomeSportsગૌતમ ગંભીરની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ...

ગૌતમ ગંભીરની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ મોટી જાહેરાત : ઓસ્ટ્રેલિયા સામે ગંભીરની અગ્નિપરીક્ષા

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની ‘ગંભીર’ શરૂઆત થઈ છે. તેણે ભારત-શ્રીલંકા સિરિઝથી પોતાના અભિયાન શરૂઆત કરી હતી. જોકે આ દરમિયાન ભારતે ટી20 સિરિઝમાં જીત મેળવી છે, તો વન-ડે સિરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર માટે આગામી મેચો ખૂબ જ મહત્વની રહેવાની છે. તાજેતરમાં જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝના તારીખોની જાહેરાત કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે, ટીમ ઈન્ડિયાનો લગભગ એક વર્ષનો શેડ્યુલ નક્કી થઈ ગયો છે અને આ દરમિયાન ભારતે કુલ 16 ટેસ્ટ મેચો રમવાની છે. ભારતીય ટીમ (Team India) લાંબા સમયથી બ્રેક પર છે, જોકે ત્યારબાદ ટીમે એક પછી એક પરીક્ષાનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાની આગામી સિરિઝ બાંગ્લાદેશ (Bangladesh) સામે રમાશે. બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચ ભારતમાં જ રમાશે. 19થી 23 સપ્ટેમ્બર ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ, જ્યારે 27 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી કાનપુરમાં બીજી ટેસ્ટ રમાશે. ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની કોચની જવાબદારી શ્રીલંકા (Sri Lanka) સામેની વન-ડે સિરિઝમાં નાલેશીભરી હારથી થઈ છે, તેથી હવે બાંગ્લાદેશ સામે સિરિઝ જીતવી જરૂરી છે, જો આમાં પણ ટીમ ઈન્ડિયા ભુલ કરશે, તો ગંભીર સામે આંગળી ચિંધાઈ શકે છે.ભારતીય ટીમે બાંગ્લાદેશ બાદ ન્યુઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ ટેસ્ટ સિરઇઝ રમવાની છે. બંને દેશો વચ્ચે ત્રણ મેચ રમાશે, જેમાં બેંગલુરુમાં 16-20 ઓક્ટોબરે પ્રથમ ટેસ્ટ, પુણેમાં 24-28 ઓક્ટોબરે બીજી ટેસ્ટ અને મુંબઈમાં 1-5 નવેમ્બરે આખરી ટેસ્ટ રમાશે.

ઓસ્ટ્રેલિયા સામે ગંભીરની અગ્નિપરીક્ષા :
ગૌતમ ગંભીરની સૌથી મોટી અગ્નિપરીક્ષા ઓસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ જોવા મળશે. જ્યાં બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર સિરિઝ રમાશે. આમાં એક ડે-નાઈટ મેચ પણ સામેલ છે. આ સિરિઝની 22 નવેમ્બરથી શરૂઆત થશે, જે આગામી વર્ષની શરૂઆત સુધી રમાશે. આ દરમિયાન ભારતીય ટીમ પર્થ, એડિલેડ, બ્રિસબેન, મેલબર્ન અને સિડનીના મેદાનમાં રમવા ઉતરશે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here