ચંદ્રની સપાટી ઉપર લેન્ડર વિક્રમના લોકેશન અંગે પાકી માહિતી મેળવી લેવામાં આવી છે. આને એક રાહતના સમાચાર તરીકે પણ જાવામાં આવી રહ્યા છે. વિક્રમ લેન્ડરની ઇમેજ મળી ગઈ હોવાનો દાવો ઇસરોના વડા કે શિવાન દ્વારા કરવામાં આવ્યો છે. જા કે, હજુ સુધી કોમ્યુનિકેશન અથવા સંપર્ક સ્થાપિત થઇ શક્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના તમામ પ્રયાસો થઇ રહ્યા છે. ચંદ્રની સપાટી ઉપર લેન્ડર વિક્રમના લોકેશન અંગે માહિતી મળી ચુકી છે. ઓર્બીટર દ્વારા ફોટા મોકલવામાં આવ્યા છે. હવે વધુ માહિતી એકત્રિત કરીને અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. ઓર્બીટરે વિક્રમ લેન્ડરની એક થર્મલ ઇમેજ મોકલી છે. આ વાત ઇસરોના વડા શિવાને પોતે કરી છે. ઇસરોના પ્રમુખે એમ પણ કહ્યું છે કે, લેન્ડર વિક્રમ સાથે હજુ સુધી કોઇ સંપર્ક થઇ શક્યો નથી પરંતુ ટીમ લેન્ડર વિક્રમ સાથે દૂરસંચાર સ્થાપિત કરવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ સંપર્ક સ્થાપિત થઇ શકે છે. જા કે, ઇસરો પ્રમુખે આ વાત હજુ સુધી પાકીરીતે કરી નથી કે, વિક્રમ ચંદ્રની સપાટી ઉપર કઈ સ્થિતિમાં છે. ઇસરોની એફએસીની ટીમ આ અંગેની માહિતી મેળવવામાં લાગેલી છે કે, આખરે કયા કારણોસર લેન્ડરનો સંપર્ક ઇસરો કમાન્ડ સાથે તુટી ગયો હતો. ઇસરોના વૈજ્ઞાનિકોએ આ પહેલા જ કહ્યું હતું કે, આગામી ત્રણ દિવસની અંદર વિક્રમ ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તે અંગેની માહિતી મળી જશે.
ઇસરોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ પહેલાથી જ કહ્યું હતું કે, ત્રણ દિવસમાં જ લેન્ડર વિક્રમના સંદર્ભમાં માહિતી મળી જશે. લેન્ડર સાથે જે સમયે સંપર્ક તુટી ગયો હતો તે જગ્યા પર ઓર્બીટરને પહોંચવામાં ત્રણ દિવસનો સમય લાગી શકે છે જેથી ત્રણ દિવસનો સમય લેવામાં આવ્યો હતો. લેન્ડિંગ સ્થળ અંગે માહિતી મળી ગઈ છે. છેલ્લી ક્ષણોમાં લેન્ડર વિક્રમ પોતાના રસ્તાથી ભટકી જતાં આને લઇને સંપર્ક ખોરવાઈ ગયો હતો જેથી સૌથી પહેલા ઓર્બીટરના ત્રણ સાધનો સિન્થેટિક અપરચર રડાર, આઈઆર સ્પેક્ટ્રોમીટર અને કેમેરાની મદદથી ૧૦ કિલોમીટરના વિસ્તારમાં તપાસ કરવાની જરૂર હજુ પણ દેખાઈ રહી છે.
વિક્રમ અંગે માહિતી મેળવવા માટે એ વિસ્તારમાં હાઈ રેજ્યુલેશનવાળા ફોટા લેવાની જરૂર દેખાઈ રહી છે. ઓર્બીટરની વય સાડા સાત વર્ષની છે અને તે ખુબ જ ઉપયોગી સાબિત થનાર છે. સાત વર્ષની અવધિ તેની રહેલી છે. આનું કારણ એ છે કે, તેની પાસે ખુબ વધારે પ્રમાણમાં ફ્યુઅલ છે.
ઓર્બીટર ઉપર મુકવામાં આવેલા સાધનો મારફતે લેન્ડર વિક્રમ મળવાની શક્યતા દેખાઈ રહી છે તેની ભાળ મળી ગયા બાદ એક નવી આશા જાગી છે. ભારતના ચંદ્રયાન-૨ મિશનને શનિવારે વહેલી પરોઢે એ વખતે મોટો ફટકો પડ્યો હતો જ્યારે ચંદ્રની સપાટીથી માત્ર બે કિલોમીટરના અંતરે લેન્ડર વિક્રમનો સંપર્ક તુટી ગયો હતો. ઇસરોના એક અધિકારીએ નિવેદનમાં કહ્યું છે કે, વિક્રમ ઉતરી રહ્યું હતુ અને લક્ષ્યથી ૨.૧ કિલોમીટરના અંતરે હતુ ત્યારે સંપર્ક તુટી જતાં ભારે સસ્પેન્સની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. ત્યારબાદથી લેન્ડરના કોઇ સંપર્ક થઇ શક્યા નથી.
આજે ઇસરોના વડા કે શિવાને માહિતી આપતા કહ્યું હતું કે, વિક્રમ લેન્ડરની ઇમેજ અમને હાથ લાગી છે. આ માહિતી હાથ લાગ્યા બાદ મૂળ ઉપર વિક્રમના ઉતરાણ અથવા તો ક્રેસ લેન્ડિંગના સંદર્ભમાં માહિતી મળી શકશે. ચંદ્રની સપાટી ઉપર વાસ્તવિક સ્થળથી ચાર પાખીય તપાસની ઇમેજ હાથ લાગી છે. હવે વિક્રમ ઉતરાણ વેળા સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું હતું કે પછી તેની ક્રેસ લેન્ડિંગ થઇ છે તેને લઇને તપાસ ચાલી રહી છે.
ચંદ્રયાનના જાણકાર લોકો પહેલાથી જ માની રહ્યા છે કે, આ મિશન ૯૫ ટકા સુધી સફળ રહ્યું છે. જા વિક્રમ સાથે સંપર્ક થઇ શકશે તો આ મિશનને ઇસરોની અપેક્ષા મુજબ જ ૧૦૦ ટકા સફળ તરીકે ગણવામાં આવશે. ઉતરાણ વેળા વિક્રમની Âસ્થતિ કેવી હતી તે સંદર્ભમાં માહિતી મેળવવાના પ્રયાસ થઇ રહ્યા છે. અપેક્ષિત ઉતરાણના ત્રણ મિનિટ પહેલા જ વિક્રમનો સંપર્ક તુટી ગયો હતો.
સાતમી સપ્ટેમ્બરના દિવસે વિક્રમ લેન્ડર ૧.૫૩ વાગે ઉતરાણ કરનાર હતું પરંતુ તે પોતાના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું હતું અને ત્યારબાદ સંપર્ક તુટી ગયો હતો. ફેલિયોર એનાલિસીસ કમિટિ દ્વારા વિક્રમના મામલામાં તપાસ કરવામાં આવી રહી છે પરંતુ પ્રાથમિક તારણો સંકેત આપી રહ્યા છે કે, થ્રસ્ટના વધારે પડતા પ્રમાણના કારણે આ સમસ્યા સર્જાઈ હતી જેના લીધે લેન્ડર અંકુશ રાખી શક્યું ન હતું. અલબત્ત પુરતી માહિતી ડેટામાં અભ્યાસ કરવામાં આવ્યા બાદ જ જાણી શકાશે. વિક્રમનાસંદર્ભમાં મેડ્રિડમાં નાસાના ડીપ સ્પેશ નેટવર્ક સેન્ટરથી લિંક કરીને પણ તપાસ કરવામાં આવી રહી છે. મોરિશિયસમાં ભારતીય સ્ટેશનથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. જા કે, વિક્રમ તરફથી મેડ્રિડ અથવા તો મોરિશિયસમાંથી પણ કોઇ લિંકના સમાચાર મળ્યા નથી.જા કે, આ સંદર્ભમાં નિરીક્ષણ કરવા પુરતા પ્રમાણમાં ડેટા છે.