નેરન્દ્ર મોદી સરકારે ચાર વર્ષમાં પરિવારવાદ, તુષ્ટિકરણ અને જાતિવાદની રાજનીતિ પુરી કરીને પર્ફોમન્સની નીતિને મજબુત કર્યુ છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે એનડીએ સરકારના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે પ્રધાન મંત્રી મોદીની સિદ્ધિઓના ખુલીને વખાણ કર્યા.
ભાજપ અધ્યક્ષે પીએમને દેશના મજબુત નતૃત્વ માટે અભિનંદન પાઠવતા કહ્યુ દેશની જનતા નેરેન્દ્ર મોદી સાથે ચટ્ટાનની માફક ઉભી છે. આ અવસર પર શાહે વિપક્ષ પર હમલો કરતા કહ્યુ હતુ કે તેઓ જુઠ્ઠાને સાર્વજનિક તરીકે જોર જોરથી બોલીને જનતાને ગુમરાહ કરે છે.
શાહે કહ્યુ કે ભાજપને વિશ્વાસ છે કે જનતા 2019મા તમને એક વાર ફરીથી સેવાનો અવસર આપશે. શાહે કહ્યુ કે કોંગ્રેસે લોકતાંત્રિક મુલ્યોને હંમેશા પોતાના હાથ પર રાખ્યા. હવે લોકોને જણાવી રહ્યા છે કે દેશમાં દહેશતનો માહોલ છે. શાહે મોદી સરકારની સફળતામાં સૌથી ઉપર POK માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક અને કાળા ધન પર એસઆઈટીની રચનાને રાખી છે.
તેમણે કહ્યુ કે કાળા ધનનો અંત 2014ની ચૂંટણીનો મુખ્ય સુત્રોચ્ચાર હતો. તેને આ સરકારે સારી રીતે નિભાવ્યો છે. શાહે કહ્યુ કે આ સરકાર ગરીબો અને ગામડાના ઉત્થાન પર કામ કરી રહી છે, અને આ એક સારા કામનું પરિણામ છે કે આજે 20 રાજ્યોમાં એનડીએની સરકાર છે અને તે દેશની 65 ટકા જનતાની સેવા કરે છે