Saturday, March 7, 2026
HomeIndiaમહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે...

મહારાષ્ટ્રની 288 બેઠક પર 20 નવેમ્બરે, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે મતદાન; 23મીએ પરિણામ

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

Maharashtra-Jharkhand Election Date : દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે અને 23મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.

ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન
ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસબાની ચૂંટણીની તારીખ જાહેર કરીને બે તબક્કામાં ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે. પંચની જાહેરાત મુજબ પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે જ્યારે બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે. જ્યારે બંને તબક્કાની ચૂંટણીનું પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં 20મીએ મતદાન યોજાશે, જ્યારે 23મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. જાહેર મુજબ 22 ઓક્ટોબરે નોટિફિકેશન, નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર, નોમિનેશન સ્ક્રુટિની 30 ઓક્ટોબર, ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર રહેશે.

ઝારખંડમાં 24 જિલ્લાની 81 બેઠકો પર મતદાન

ઝારખંડ ચૂંટણી અંગે ચૂંટણી પંચે કહ્યું કે, 24 જિલ્લાની 81 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ 81 બેઠકોમાંથી 44 બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે 9 બેઠકો એસસી માટે અને 28 બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.

મતદાન મથક પર ખુરશીઓની વ્યવસ્થા કરાશે

ચૂંટણી પંચે કહ્યું કે, મતદાન વખતે મતદારોને કોઈ અગવડ ન પડે તે માટે કેટલીક ખુરશીઓ મુકવામાં આવશે. ખાસ કરીને મતદાન કરતી વખતે વૃદ્ધોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવશે. વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ થશે.

ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો

ચૂંટણીની તારીખોની જાહેરાત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, ઝારખંડમાં કુલ 2.6 કરોડ મતદારો છે. મહારાષ્ટ્ર વિશે માહિતી આપતા CECએ કહ્યું કે રાજ્યમાં કુલ 1,00,186 મતદાન મથકો બનાવવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર અને હરિયાણાના મતદારોને અભિનંદન

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં મુખ્ય ચૂંટણી કમિશનરે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરના મતદારોને મતદાનમાં તેમની મજબૂત ભાગીદારી માટે અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોએ લોકશાહીના તહેવારને ઐતિહાસિક બનાવ્યો છે. તેઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને તેમના અધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે મતાધિકારનો સારી રીતે ઉપયોગ કર્યો અને લોકશાહીનો મજબૂત પાયો નાખ્યો છે. આ ચૂંટણીઓમાં જે જુસ્સો દર્શાવવામાં આવ્યો છે તે લાંબા સમય સુધી યાદ રહેશે. હવે આ લોકતાંત્રિક યાત્રાને આગળ વધારવી એ જમ્મુ-કાશ્મીરના લોકો પર નિર્ભર છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ હવે બંને રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે નવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ સેટ કરી રહ્યા છીએ. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં 130 કરોડ રૂપિયાની જપ્તી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની ચૂંટણીમાં કોઈ હિંસા થઈ નથી. એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. દર ચૂંટણીમાં ઘટતી હિંસા અને વધતી જતી વોટ ટકાવારી દર્શાવે છે કે લોકો મતદાનમાં ભાગીદારી વધારી રહ્યા છે. કુછ તો લોગ કહેગેં, લોગોં કા કામ હૈ કહના…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દિવાળી બોનસની જાહેરાત કરી

ચૂંટણીની જાહેરાતની થોડી મિનિટો પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નીચલા સ્તરના સરકારી કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી છે. BMC કર્મચારીઓને 29 હજાર રૂપિયાનું બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ગયા વર્ષ કરતાં ત્રણ હજાર વધુ છે. કિન્ડરગાર્ટન શિક્ષકો અને આશા વર્કરોને પણ બોનસ મળશે.

બંને રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામશે

મહારાષ્ટ્ર અને ઝારખંડનું રાજકીય માહોલ હાલ ગરમાયો છે. જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હાલમાં એકનાથ શિંદેની શિવસેનાની આગેવાની હેઠળની સરકાર છે, જેમણે જૂની શિવસેના સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવીને રાજ્યમાં સરકાર બનાવી હતી. આ સરકારમાં NCPનો અજિત જૂથ પણ સામેલ છે. આ ચૂંટણીમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શું મહારાષ્ટ્રના મતદારો વર્તમાન સરકારમાં વિશ્વાસ મૂકે છે કે પછી શિવસેના (ઉદ્ધવ જૂથ), એનસીપી (શરદ જૂથ) અને કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળે છે.

મહારાષ્ટ્રમાં કુલ 288 અને ઝારખંડમાં કુલ 81 બેઠક

મહારાષ્ટ્રમાં વિધાનસભાના 288 સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડની વાત કરીએ તો રાજ્યની તમામ 81 બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર 2019માં યોજાઈ હતી.

પેટાચૂંટણીની તારીખ પણ જાહેર થવાની સંભાવના

બે વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત ચૂંટણી પંચ ત્રણ લોકસભા અને ઓછામાં ઓછી 47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે, જે વિવિધ કારણોસર ખાલી પડી છે. ખાલી પડેલી ત્રણ લોકસભા બેઠકોમાં કેરળની વાયનાડ, મહારાષ્ટ્રમાં નાંદેડ અને પશ્ચિમ બંગાળમાં બસીરહાટનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી જીત મેળવી હતી. ગાંધીએ વાયનાડ બેઠક ખાલી કરી હતી અને રાયબરેલી બેઠક જાળવી રાખી હતી. નાંદેડ સીટનું પ્રતિનિધિત્વ કરતા કોંગ્રેસના સાંસદ વસંત ચવ્હાણ અને બસીરહાટ સીટનું પ્રતિનિધિત્વ કરતા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ હાજી શેખ નુરૂલ ઈસ્લામનું તાજેતરમાં અવસાન થયા બાદ બંને બેઠકો ખાલી પડી છે.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here