Politics: બિહારમાં 2025માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈને રાજકીય પાર્ટીઓએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી છે. ત્યારે જન સૂરાજ પદયાત્રાના સંયોજક અને ચૂંટણી વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે (Prashant Kishor) બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) પર નિશાન સાધ્યું છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ‘જો મે મદદ ન કરી હોત તો તેમનો પક્ષ પણ ન હોત અને તઓ પણ ન હોત.’ એમના જ નેતાએ અમારી પાસે મદદ માંગવા આવ્યા હતા. આ ઉપરાંત પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ‘બિહારના મુખ્યમંત્રી (Bihar CM) નીતિશ કુમારના રાજકીય જીવનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. જે લોકો મારા પર કે જન સૂરાજ પદયાત્રા પર સવાલ ઉઠાવી રહ્યા છે, એવા લોકને જઈને પૂછો કે જ્યારે તઓની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી અને નીતિશ કુમાર મુખ્યમંત્રી પદ છોડીને ભાગી ગયા હતા, ત્યારે એમના (JDU) જ નેતાઓ અમારી પાસે મદદ માંગવા આવ્યા હતા.’

બિહારના લોકો જન સૂરાજ યાત્રાને અવસર તરીકે જોઈ રહ્યા છે :
આ ઉપરાંત ચૂંટણી વ્યૂહનીતિકાર વધુમાં કહ્યું કે ‘બિહારમાં બીજેપી, જેડીયુ અને આરજેડીના કેટલાક નેતાઓ પણ ઇચ્છે છે કે રાજ્યમાં 100 ટકા પરિવર્તન આવે. બિહારના લોકો જન સૂરાજ યાત્રાને એક અવસર તરીકે જોઈ રહ્યા છે. આ વખતે જન સૂરાજ યાત્રામાં મુકાબલો એનડીએ અને જન સૂરાજ વચ્ચે થશે. એનડીએનું એક ટાયર જેડીયુ છે જે પહેલાથી જ પંચર થઈ ગયું છે.’
નીતિશ કુમાર એક સમયે રાજકારણમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યા હતા : પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોર અહીં જ ન અટકતા આગળ કહ્યું હતું કે ‘નીતિશ કુમાર એક સમયે રાજકારણમાંથી સંન્યાસ લેવાનું વિચારી રહ્યા હતા. જો મેં તે સમયે નીતિશ કુમારની મદદ કરી ન હોત તો તેમનો અને જેડીયુનો કોઈ પત્તો ન હોત.’ ગીતાનું ઉદાહરણ આપતાં કિશોરે કહ્યું કે ‘ગીતામાં કહેવાયું છે કે કૃતઘ્ન ન થવું જોઈએ, કૃતઘ્નતાથી મોટો કોઈ ગુનો નથી. નીતિશ કુમાર અને જેડીયુના લોકોએ કૃતઘ્ન ન થવું જોઈએ. જો મેં તેમની મદદ ન કરી હોત તો તેમનો પક્ષ પણ ન હોત અને તેમનુ અસ્તિત્વ પણ ન હોત અને ન તો તેમની પાસે કોઈ નેતા હોત. મારા કારણે આજે તેની પાર્ટી જીવિત છે.’
લાલુએ એકલા હાથે કોઈ ચૂંટણી જીતી નથી :
આ દરમિયાન પીકેએ લાલુ યાદવની પાર્ટી આરજેડી પર પણ નિશાન સાધતા કહ્યું કે ‘લાલુ યાદવે આજ સુધી એક પણ ચૂંટણી પોતાના દમ પર જીતી નથી. તેઓ કેરોસીનની જેમ મુસ્લિમોનો ઉપયોગ કરી રહ્યા છે. હવે મુસ્લિમો સમજી ગયા છે કે આરજેડીએ તેમનું સૌથી વધુ શોષણ કર્યું છે અને દગો કર્યો છે.’