નવી દિલ્લીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ના વૈજ્ઞાનિક તપન મિશ્રાના એ નિવેદનથી હોબાળો મચી ગયો છે જેમાં તેમણે કહ્યુ કે લગભગ ત્રણ વર્ષ પહેલા કોઈએ તેમને ઝેર આપીને મારવાની કોશિશ કરી હતી. તપન મિશ્રાએ એક ફેસબુક પોસ્ટ લખીને જણાવ્યુ કે તે 23 મે 2017નો દિવસ હતો જ્યારે ઈસરો હેડક્વાર્ટમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. તપન મિશ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે લંચ બાદ સ્નેક્સમાં કોઈએ કદાચ ડોસાની ચટણીમાં ખતરનાક આર્સેનિક ટ્રાઈઑક્સાઈડનો ડોઝ મિલાવીને તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો.
તપન મિશ્રા હાલમાં ઈસરોમાં સીનિયર એડવાઈઝરના પદે નિયુક્ત છે અને આ મહિનાના અંતમાં તેઓ રિટાયર થવા જઈ રહ્યા છે. આ પહેલા તપન મિશ્રા અમદાવાદ સ્થિત ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર પણ રહી ચૂક્ય છે.
તપન મિશ્રાએ એક ફેસબુક પોસ્ટમાં આ સનસનીખેજ ખુલાસો કર્યો છે. પોતાની ફેસબુક પોસ્ટમાં તપન મિશ્રાએ લખ્યુ, ‘જુલાઈ 2017માં ગૃહ મંત્રાલયના સિક્યોરિટી સ્ટાફે મારી સાથે મુલાકાત કરી અને મને આર્સેનિક ઝેર આપવા અંગે જણાવ્યુ.
આ સાથે જ સિક્યોરિટી સ્ટાફે ડૉક્ટરોને આના સટીક ઈલાજ પર ફોકસ કરવામાં તેમની મદદ કરી. ત્યારબાદ મને ઘણા પ્રકારની ગંભીર સ્વાસ્થ્ય બિમારીઓ જેવી કે શ્વાસ લેવામાં મુશ્કેલી, અસામાન્ય ત્વચા ફાટવી, ત્વચામાં બળતરા અને ફંગલ ઈન્ફેક્શનનો સામનો કરવો પડ્યો.’ તપન મિશ્રાએ પોતાની ફેસબુક પોસ્ટમાં મેડિકલ રિપોર્ટ પણ શેર કર્યો છે જેમાં તેમણે દાવો કર્યો કે દિલ્લીની એઈમ્સ હોસ્પિટલે તેમને આર્સેનિક ટ્રાઈઑક્સાઈડ અપાયાની પુષ્ટિ કરી હતી.