- કેન્દ્રએ આ પગલું એટલા માટે લીધું કારણ કે કલમ 370 લાગુ રહે ત્યાં સુધી રાજ્યનું પુનર્ગઠન કરી શકાય નહીં.
- કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો હતો, તેથી સંસદમાં પસાર થયેલા નવા કાયદા આ રાજ્યને લાગુ નોહતા થતાં.
- કેન્દ્ર સરકાર રક્ષા, વિદેશ અને સંચાર જેવા મહત્વના વિષયોને છોડીને રાજ્યના બાકી વિષયોમાં દખલ ન દઈ શકે.
- કલમ 370 હટવાથી હવે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય નહીં, હવે તે દિલ્હીની જેમ વિધાનસભા વાળા કેન્દ્ર શાસિત રાજ્યમાં ફેરવાઇ ગયું છે.
નવી દિલ્હી: મોદી સરકારે કાશ્મીરને લઈને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. સરકારે આજે જમ્મૂ-કાશ્મીરમાંથી વિવાદીત કલમ 370 હટાવી દીધી છે. દેશ આઝાદ થયાના 72 વર્ષ બાદ જમ્મુ કશ્મીરનો ઇતિહાસ બદલાઇ રહ્યો હતો. હાલની એનડીએ સરકારે મૂકેલા કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ કરતા ઠરાવને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી અને એ સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા પર એવી જાહેરાત કરવામાં આવી હતી કે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલસને રદ કરતા પ્રસ્તાવ પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી. ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન બિલ રજુ કર્યું. બિલ રજુ કરતા જ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો. આ સાથે જ તેમણે રાજ્યમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કરી દીધો. નવા કાયદા મુજબ ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સિવાય તમામ ખંડોને રદ્દ કરવાની ભલામણ રાજ્યસભામાં રજુ કરી છે. આ સાથે જ જમ્મૂ કાશ્મીર રાજ્યના બે ટુકડા પણ કરી નાખ્યા છે. જમ્મુ-કાશ્મીર અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે. જમ્મુ-કશ્મીર વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. સરકારના નિર્ણય પર કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ કે તે 2-3 સાંસદોના સંવિધાનની કોપી ફાડવાના નિર્ણયની નિંદા કરે છે. અમિત શાહ તરફથી રજુ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે લદ્દાખના લોકોની લાંબા સમયથી માંગ હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો પોતાના લક્ષ્યને હાસિલ કરી શકે. રિપોર્ટ મુજબ જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા થશે.
રાજ્યસભામાં સોમવારે કાર્યવાહી શરૂ થતાં જ કાશ્મીર મુદ્દે હોબાળો શરૂ થઈ ગયો છે. રાજ્યસભાની શરૂઆત થતાં જ ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા અને J&Kના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. આમ હવે લદ્દાખ અલગ રાજ્ય બનશે. આ સાથે જ અમિત શાહે બંને રાજ્યોને કેન્દ્ર શાસિત બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે. અમિત શાહની આ જાહેરાત પછી વિપક્ષે ખૂબ હોબાળો કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરથી અલગ થયું લદ્દાખ, મળ્યો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો:- નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું છે. તેના અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમિત શાહ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લદ્દાખના લોકોની ઘણાં સમયથી માંગણી હતી કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેથી અહીં રહેનારા લોકો તેમના લક્ષ્યને મેળવી શકે. રિપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા હશે.
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કાશ્મીરમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. રાજ્યમાં ઘણી જગ્યાએ કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. સરકારે આ વિશે ચર્ચા કરવી જોઈએ. આ વિશે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું દરેક વાત વિશે ચર્ચા કરવા માટે તૈયાર છું. કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારમાં રાત્રે 12 વાગ્યાથી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. મહેબૂબા મુફ્તી, ઓમર અને ફારુક અબ્દુલા સહિત ઘણાં નેતાઓને નજરબંધ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં વધારે સેના તહેનાત કરવામાં આવી છે. કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે અને ઘણાં રાજકીય નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે પહેલાં વડાપ્રધાને અમિત શાહ અને અજીત ડોભાલ સાથે બેઠક કરી હતી અને ત્યારપછી કેબિનેટ બેઠક કરવામાં આવી હતી. આ સમયે સંસદમાં પણ કાશ્મીર મુદ્દે હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષના ઘણાં નેતાઓએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. આજે સમગ્ર દેશની નજર કબિનેટ બેઠક પર રહી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહ બંને સદનમાં કાશ્મીર મુદ્દે નિવેદન આપવાના છે. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ અમિત શાહ કાશ્મીર મુદ્દે નિવેદન આપશે. અમિત શાહ લોકસભામાં 12 વાગે કાશ્મીર મુદ્દે નિવેદન આપવાના છે. આ સાથે જ આજે રાજ્યસભામા જમ્મુ-કાશ્મીર અનામત બિલ પણ રજૂ કરવામાં આવશે.
પીડીપી સાંસદોને બહાર જવા કહ્યું: ચર્ચા દરમિયાન પીડીપીના સાંસદ મીર ફૈયાઝ અને નઝીર અહમદ લાવેએ બંધારણનું ઉલ્લંઘન કર્યું હતું. તેના કારણે નાયડૂએ તેમને સદન છોડીને બહાર જવા કહ્યું હતું.
રાજ્યસભાની વિવિધ ચર્ચાઓ:
- સીઆરપીએફના વધુ 8,000 જવાન જમ્મુ-કાશ્મીર ટ્રાન્સફર કરવામાં આવ્યા.
- રાજ્યસભામાં લંચનો સમય રદ કરવામાં આવ્યો અને ચર્ચા ચાલુ રાખવામાં આવી.
- જેડીયુએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો, જ્યારે આમ આદમી પાર્ટીએ સમર્થન આપ્યું.
- બહુજન સમાજવાદી પાર્ટીએ મોદી સરકારના આ નિર્ણયને સમર્થન આપ્યું.
- જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત રાજ્ય બની ગયું છે, સાથે જ લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે.
- જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બંને કેન્દ્ર શાસિત રાજ્ય બનશે.
- અમિત શાહની જાહેરાત પછી વિપક્ષનો હોબાળો
- પીડીપી સાંસદે રાજ્યસભામાં તેમના કપડાં ફાડીને વિરોધ નોંધાવ્યો.