જમ્મુમાં બેઠકો વધી શકે : સિમાંકનની કામગીરીમાં ચાર મહિનાથી વધુનો સમય લાગી શકે
નવી દિલ્હી,તા. ૧૦
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં હજુ વધારે સમય લાગી શકે છે. કારણકે વિધાનસભા સીટોની સિમાંકન કામગીરી બાદ જ જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા સિમાંકનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં કમ સે કમ ચાર મહિનાનો સમય લાગી શકે છે. જમ્મુ કાશ્મીર ફેરરચના એક્ટ ૨૦૧૯ના કહેવા મુજબ પ્રદેશમાં વિધાનસભા સીટો માટે સિમાંકન ખુબ જરૂરી છે. નવા સિમાંકન હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાબાદ જમ્મુ કાશ્મીરમાં હવે વિધાનસભા રહેનાર છે. હવે વિધાનસભાની સીટોમાં એસસી અને એસટીને અનામત પણ મળનાર છે. અલબત્ત હવે સીટોની સંખ્યા ૧૧૧ના બદલે ઘટીને ૧૦૭ થઇ જશે. હજુ સુધી આમાંથી ૨૪ સીટો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર માટે ખાલી રાખવામાં આવતી હતી. હજુ પણ આ સીટો ખાલી જ છોડવામાં આવનાર છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર માટે ૮૩ વિધાનસભા સીટ માટે મતદાન થનાર છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ઔપચારિક રીતે સીટોના સિમાંકન અંગે કામગીરી હાથ ધરી નથી.જા કે સુત્રોએ કહ્યુ છે કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ટુંક સમયમાં જ ચૂંટણી પંચને રાજ્યને લઇને તમામ માહિતીઆપનાર છે. રાજ્યને લઇને પાસ કરવામાં આવેલા બિલ અને સિમાંકન અંગે માહિતી આપવામાં આવનાર છે. માનવામાં આવે છેકે કેન્દ્ર સરકાર ઓક્ટોબર અને નવેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવે તેમ ઇચ્છતી નથી. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં લઇને વિધાનસભા ચૂંટણી માટે સમય લાગી શકે છે. ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે જમ્મુ કાશ્મીરમાં ૧૫મી ઓગષ્ટ અને અમરનાથ યાત્રા બાદ ચૂંટણી અંગે વાતચીત કરી શકાશે.જમ્મુની વસ્તી ૫૩ લાખ અને કાશ્મીરની વસ્તી ૬૮.૯ લાખ છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે રાજકીય પક્ષોમાં ઉત્સુકતા વધી રહી છે. લડાક અને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટેની તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ જ દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ પણ છે. જમ્મુ કાશ્મીરમાં સિમાંકનથી ભાજપની દશકો જુની માંગ પૂર્ણ થઇ શકે છે. ભારતીય જનતા પાર્ટી જમ્મુમાં કેટલીક વધારે સીટોની માંગ કરી શકે છે.શેખ અબ્દુલ્લાના દોરમાં કાશ્મીર માટે ૪૩, જમ્મુ માટે ૩૦ અને લડાખ માટે બે સીટો રાખવામાં આવી હતી. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ જમ્મુની વસ્તી ૫૩.૭૮ લાખ હતી. જ્યારે કાશ્મીરની વસ્તી ૬૮.૯ લાખ રહી હતી. એસસી અને એસટી ક્વોટાને લઇને ઉત્સુકતા વધી રહી છે. જમ્મુમાં સીટો વધી ગયા બાદ ભારતીય જનતા પાર્ટીને રાહત થઇ શકે છે.