જાફરાબાદ તાલુકાના બલાણા ગામમાં તળાવમાં ત્રણ બાળકીઓ ન્હાવા પડી હતી. પરંતુ ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવી તળાવમાં છલાંગ લગાવી હતી. પરંતુ ત્રણેય બાળકીઓના મૃતદેહ હાથ લાગ્યા હતા. ખોબા જેવડા ગામમાં ત્રણ બાળકીઓના મોતથી અરેરાટી વ્યાપી ગઇ હતી. ત્રણેય બાળકીઓના મૃતદેહને પીએમ માટે જાફરાબાદ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.મૃતકમાં દીપીકા અને નાનીબેન સગી બે બહેનો હતી
પ્રાપ્ત વિગત મુજબ બલાણા ગામમાં રહેતી મંજુલાબેન લાખાભાઇ બાંભણીયા (ઉ.9), દીપીકા મોહનભાઇ પરમાર (ઉ.12) અને નાનીબેન મોહનભાઇ પરમાર (ઉ.9) ન્હાવા માટે ગામના જ તળાવમાં પડી હતી. પરંતુ તળાવંમાં ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ અને લોકો દોડી આવ્યા હતા. તરવૈયાઓએ ત્રણેય બાળકીઓના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે મામલતદાર પણ દોડી આવ્યા હતા. મૃતકમાં દીપીકા અને નાનીબેન સગી બે બહેનો હતી