અમદાવાદ, તા. ૩
રાજયમાં જીએસટી આવ્યા બાદ નોંઘાયેલા વેપારીઓની સંખ્યામાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. જેમને ટેકસ બાબતે ગેરરીતી કરવામાં કોઇ રસ નથી તેવા તમામ વેપારીઓએ નોંઘણી કરાવી લીધી છે. ગુજરાતના જીએસટી કમીશનર પીડી વાઘેલાએ આ અંગેની માહિતી આપી હતી. દ ઇÂન્ડયન ઇÂન્સ્ટટ્યુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇÂન્ડયાના અમદાવાદ ચેપ્ટર મારફતે જીએસટી ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. તે પ્રસંગે મુખ્ય મહેમાન પદેથી વાઘેલાએ વઘુમાં જણાવ્યું હતું કે, આ સરકારમાં જીએસટીને લગતા પ્રશ્નોના ઉકેલ માટે કોઇ લાંબી પ્રક્રિયા નથી. રાજ્ય કક્ષાની સમિતિઓ યોગ્ય નિર્ણય કરે તેને કેન્દ્રમાંથી ૨૪ કલાકમાં બહાલી મળે. કેબિનેટની બેઠક કે પછી કેન્દ્રની બેઠકની રાહ જાવાની જરુર નથી. વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે ત્વરીત નિર્ણય. ભાજપના અગ્રણી અમિત ઠાકરેએ અતિથી વિશેષ પદેથી બોલતા જણાવ્યું હતું કે , લોકો ૧૧ જેટલા પ્રકારના જુદા જુદા કર ભરતા હતા તેટલા રિટર્ન ભરતા હતા તે તમામમાંથી મુÂક્ત અપાવીને માત્ર એક જ ટેક્સ આ સરકારી કરીને ક્રાંતિકારી પગલુ ભર્યું છે. આઇસીએસઆઇના પ્રતિનિધિ રાજેશ તારપરાએ જીએસટીની કામગીરીમાં આવતા પડકારો અને તેની કામગીરી કરવાની સરળ પધ્ધતિ બાબતે સમજ આપી હતી.આ પ્રસંગે કંપની સેક્રેટરી અમદાવાદ ચેપ્ટરના પ્રમુખ મેહુલ રાજપુત, સેક્રેટરી અભિષેક છાજડ તથા સેન્ટ્રલ કાઉન્સીલના શ્રી ચેતન પટેલ પ્રાસંગિક સંબોઘન કર્યું હતું.