લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં ભાજપ વિરુદ્ધનું મહાગઠબંધન બનતા પહેલા જ સમાપ્ત થતું જણાય છે બસપાના સુપ્રીમો માયાવતી બાદ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ કનિદૈ લાકિઅ યાદવે પણ કોંગ્રેસને ચેતવણી આપી છે. મહાગઠબંધન બનાવવાના મામલે અખિલેશ યાદવે કહ્યુ છે કે જો સાઈકલને રોકવામાં આવશે, તો તમારો હાથ હેન્ડલ કનિદૈ લાકિઅ પરથી હટાવી દેવામાં અકિલા આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સાઈકલ સમાજવાદી પાર્ટીનું ચૂંટણી ચિન્હ છે અને હાથ કોંગ્રેસનું ચૂંટણી ચિન્હ છે.છત્તીસગઢની કનિદૈ લાકિઅ ચૂંટણી સભામાં અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીને કારણે યુપીમાં અકીલા કોંગ્રેસ સાથેનું ચૂંટણીલક્ષી મહાગઠબંધન બનવું મુશ્કેલ કનિદૈ લાકિઅ જણાઈ રહ્યું છે. અખિલેશે આ નિવેદન મારફતે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે 2019માં કોંગ્રેસની સાથે ગઠબંધનનો રસ્તો મુશ્કેલ છે. જો કોંગ્રેસે સપાની કનિદૈ લાકિઅ સહમતિથી અલગ કોઇ નિર્ણય લીધો, તો બની શકે કે કોંગ્રેસને સપા તરફથી મોટો ફટકો મળી શકે. તમને જણાવી દઇએ કે, બીએસપી-એસપીનું પહેલાથી જ ગઠબંધન છે.
જો સાઈકલને રોકવામાં આવશે, તો હાથ હેન્ડલ પરથી હટાવી દેવાશે :અખિલેશ યાદવે આપી કોંગ્રેસને ચીમકી
Date: