ચોમાસાની સિઝન એ વરસાદનો એક તાજગીસભર સમય છે, ઠંડી હવા અને આકર્ષક હરિયાળી. આ જ સમય છે, જ્યારે તમે શાંત ચીતે બેસી અને વરસાદના ટીપાનો સુંદર અવાજ માણી શકો. તેમાં પણ બારી પર બેસીને વરસાદને જોતા-જોતા ગરમ-ગરમ પકોડા અને એક ગરમ ચાના કપની ચુસ્કી માણવા જેવી મજા બીજી કોઈ નથી. ઝી ટીવીના કલાકારો જેમ કે, રબ સે હૈં દુઆની સીરત કપૂર, કુમકુમ ભાગ્યની રચી શર્મા, કૈસે મુઝે તુમ મિલ ગયેંની પ્રતિક્ષા હોન્મુખે, કુંડલી ભાગ્યની અદ્રિજા રોય, મૈં હું સાથ તેરેનો કરણ વોહરા, પ્યાર કા પહેલા નામ રાધા મોહનની નીહારિકા રોય, ભાગ્ય લક્ષ્મીની ઐશ્વર્યા ખરે અને પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિની નિક્કી શર્મા આ વરસાદની સિઝનને કઈ રીતે માણે છે, તે કહે છે.
સીરત કપૂર, જે ઝી ટીવીના રબ સે હૈં દુઆમાં મન્નતનું પાત્ર કરી રહી છે તે કહે છે, “ચોમાસુ એ મારા માટે ઘણી યાદોં લાવે છે. મને યાદ છે, જ્યારે હું નાની હતી ત્યારે કાગળની હોડી બનાવીને મારા ભાઈ સાથે રહેતી હતી. ચોમાસું એ હંમેશાથી મારી ચહિતી સિઝન છે, પણ હું મુંબઈ આવી ત્યારે તે મને વધુ ગમવા લાગી. મુંબઈના વરસાદમાં ‘ગરમ ચા’ અને ‘પકોડા’ને માણવાનો અનુભવ હું ક્યારેય નહીં ભૂલી શકું. અમે રબ સે હૈં દુઆના સેટ પર અદ્દભુત કોફીની સાથે વર્ષના પહેલા વરસાદને માણીએ છીએ. આ શહેર આકર્ષક રંગોથી જીવંત અને ભીની માટીની સુગંધથી ભરાઈ જાય છે, જે દરેક ક્ષણ જાદુઈ બની જાય છે. બારીમાંથી વરસાદના ટીપાને માણવા એ શાંતિ અને ભાવુક ક્ષણો માણે છે.”
રચી શર્મા, જે ઝી ટીવીના કુમકુમ ભાગ્યમાં પૂર્વીનું પાત્ર કરી રહી છે તે કહે છે, “મારા માટે, ચોમાસાની સાતે ઘણી યાદોં જોડાયેલી છે, પણ જો મારે કોઈ એક વાત યાદ કરવી હોય તો, હું નિ:શંક પણે મારા શહેરની બાળપણની યાદોંને વર્ણવીશ. શાળા બાદ, અમે બહાર જતા અને મારા મિત્રો તથા મારા નાના ભાઈની સાથે વરસાદને માણતા હતા અને ઘરે પહોંચ્યા બાદ, હું મારી માતાના હાથે બનાવેલા ભજીયાને માણતી હતી. હવે, હું મુંબઈ આવી ગઈ છું અને હાલમાં મારા શો કુમકુમ ભાગ્ય માટે શૂટિંગ કરી રહી છું ત્યારે હું એ દિવસોને ખૂબ જ યાદ કરું છું. હું એટલું જરૂરથી કહીશ કે, મેગી એ મારા માટે હંમેશા રક્ષક બનીને આવી છે, ચોમાસા દરમિયાન હું એક ગરમ ચા અને મેગીને માણું છું. દરેક ચોમાસાની ઋતુ દરમિયાન હું મારા મિત્રો સાથે લોનાવાલા જઈએ છીએ. પહાડોમાં વાદળ તથા અદ્દભુત વાતાવરણ ખૂબ જ ખુશી આપે છે. જ્યારે ચોમાસાના ગીતોની વાત આવે તો, મને રોમાન્ટિક ગીતો સાંભળવા ખૂબ જ ગમે છે.”
પ્રતિક્ષા હોન્મુખે, જે ઝી ટીવીના કૈસે મુઝે તુમ મિલ ગયેંમાં પ્રિયંકાનું પાત્ર કરી રહી છે, તે કહે છે, “ચોમાસાની ઋતુ મારા માટે ખૂબ જ ખાસ છે, કેમકે તે મને જીવંત હોવાની અનુભૂતિ કરાવે છે. વરસાદ મારો બધો જ તનાવ દૂર કરે છે અને મનને શાંત કરે છે. કૈસે મુઝે તુમ મિલ ગયેંના સેટ પર અમે ઘણી વખત વરસાદની સુંદર ક્ષણોને માણીએ છે. મારા સાથી કલાકારોના સભ્યો સાથે બેસીને વાર્તા કહેવી અને મસાલા ચાને માણતા હસવાનો અનુભવ અદ્દભુત હોય છે. દર વર્ષે હું ચોમાસાની ઋતુને માણવા માટે ટૂંકી રજા લઉં છું. મને આ સિઝનમાં પશ્ચિમી ઘાટ પર વાહન ચલાવવું ખૂબ જ ગમે છે.”
કરણ વોહરા, જે ઝી ટીવીના મૈં હું સાથ તેરેમાં આર્યમાનનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “ચોમાસું એ મારી સૌથી ચહિતી સિઝન છે અને બાળપણથી જ હું વરસાદી ઋતુને માણું છું. ઘર પર શાંત બેસીને વરસાદને જોતા ભજીયાને માણવાની મજા હંમેશા મને ખુશી આપે છે અને બાળપણની યાદ અપાવે છે. મને યાદ છે કે, પાણીના ખાબોચિયામાં પગથી છબછબિયા કરતા અને વરસાદના ઠંડી બૂંદોને માણતા અને વરસાદના ગાજવાને માણવામાં મજા આવે છે અને મને ડરાવે પણ છે. મારો નજીકના મિત્રો અને હું પાણીમાં કાગળની હોડી બનાવીને તેની રેસ લગાડતી હતી. આ નાની-નાની ખુશી જેમકે, પુસ્તકની સાથે કર્લિંગ કરવું કે છત પર વરસાને માણતા, હોટ ચોકલેટ મિલ્કને માણવાની મજા અદ્દભુત છે. હવે, હું મોટો થઈ ગયો છું, તો હું માનું છું કે, ચોમાસું એ શાંત કરવાનો તથા વરસાદના રિધમને માણવાનો સમય છે અને કુદરતની સાથે ઊંડા જોડાણને અનુભવવાનો સમય છે.”
નીહારિકા રોય, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા નામ રાધા મોહનમાં રાધાનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મને ચોમાસું ખૂબ જ ગમે છે, જ્યારે વરસાદ પડે તો હું ખૂબ જ તાજગીસભર અને ખુશી અનુભવું છું. તે સીનમાં એક અલગ જ જાદુ લાવે છે. બાળપણથી જ મને વરસદાને માણવો, કૂદવું અને પાણીમાં છબછબિયા કરવા ગમે છે. દર વખતે, હું ઘરે જાઉં છું, તો મારી માતા મારા ગંદા કપડાને લઈને અને તેના કારણે બિમાર પડવાને લીધે બૂમો પણ પાડે છે. સેટ પર, મારા સહ-કલાકારો અને હું ઘણી વખત ટેક્સની સાથે ગરમ ચા અને કોફીની સાથે મેગીની મજા માણીએ છીએ, જે આ વાતાવરણમાં વધુ મજા આપે છે. ક્યારેક અમે કેટલીક રમતો રમીએ કે પછી ઝરમર વરસાદમાં થોડું ચાલવા પણ નિકળી જઈને સમગ્ર અનુભવને યાદગાર અને ખુશાલ બનાવીએ છીએ.”
નિક્કી શર્મા, જે ઝી ટીવીના પ્યાર કા પહેલા અધ્યાય શિવશક્તિમાં શક્તિનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “મને વરસાદ ખૂબ જ ગમે છે. વરસાદની સાથેની મારી સૌથી સારી યાદોં છે, જ્યારે હું નાની હતી અને જેવો વરસાદ શરૂ થાય ત્યારે અમે બહાર દોડતા અને મારા મિત્રોની સાથે ભિંજાતા હતા. આજે પણ મને વરસાદના દિવસોમાં સારા પુસ્તક અને ક્લાસિક મૂવી સાથે વરસાદને માણવો ખુબ જ ગમે છે. મારી માતા સાથે વિતાવવાના સૌથી સારો સમય વરસાદના દિવસો છે. અમે ઘણી વખત સ્વાદિષ્ટ આરોગ્યપ્રદ સુપ બનાવીએ છીએ અને ઘર એ બોર્ડ ગેમ્સ કે મૂવી જોઈએ છીએ. મારી માતાને વરસાદમાં ડ્રાઈવ પર જવું ખૂબ જ ગમે છે, તેથી અમે ઘણી વખત જઈએ છીએ. હું માનું છું કે, વરસાદી ઋતુએ શાંતી અને એકજૂટતા લાવે છે, જે ઊંડાણપૂર્વક એકબીજા સાથે માણી શકાય છે. તે ઠંડા પડવાની તથા સુંદરતાને માણવાની અને તમારી પસંદગીના લોકો સાથે જોડાવાની વાત છે.”
ઝી ટીવીના કુંડલી ભાગ્યમાં પાલકીનું પાત્ર કરતી અદ્રિજા રોય કહે છે, “ચોમાસું એ વર્ષનો એક એવો જાદુઈ સમય છે, જેની હું આતુરતાપૂર્વક રાહ જોતી હોઉં છું. તાજગી, પ્રથમ વરસાદ બાદની ભીની માટીની સુગંધ એ કંઈક એવું છે, જે મને ખૂબ જ ગમે છે. આ દિવસે પેક અપ બાદ કે, કુંડલી ભાગ્યના સેટ પર રજા લઉં છું, મારી સૌથી પસંદગીની બાબત છે કે, હું આ ઋતુમાં કરજત અને લોનાવાલા મુસાફરી કરું છું કે લોંગ ડ્રાઈવ પર જવાનું પસંદ કરું છું. હરિયાળી અને જોરદાર પાણીના ધોધ તમને આકર્ષિત કરે છે. તો મને પણ આ ડ્રાઈવ પર જવું ગમે છે, ઘણી વખત રોડસાઈડ સ્ટોલ પરની એક ગરમ કોફી અને સૂપી નૂડલ્સને પણ માણું છું. વરસતા વરસાદમાં ચાની ચુસ્કીને માણવાની મજા જ કંઈક અલગ છે. મને લાગે છે કે, ચોમાસું એ ફક્ત ઋતુની જ વાત નથી પણ આ સુંદર ક્ષણો સાથે લોકોને પણ નજીક લાવે છે, કાયમી યાદોં બનાવે છે અને અમારા વ્યસ્ત સમયપત્રકમાંથી તાજગીભર્યો વિરામ આપે છે. આ સિઝન નવી તાજગી અને ખુશાલીની છે અને હું આ અનુભવને ક્યારેય ભૂલી શકું એમ નથી.”
ઝી ટીવીના ભાગ્ય લક્ષ્મીની લક્ષ્મી એટલે કે, ઐશ્વર્યા ખરે કહે છે, “હું જ્યારથી મુંબઈ આવી છું ત્યારથી જ મુંબઈનો વરસાદ મારા માટે હંમેશા ખાસ બની રહ્યો છે. આ ઋતુ દરમિયાન મારી સૌથી સારી બાબત છે મારી બાબત સાથે લોંગ ડ્રાઈવ પર જવું, મસાલા મકાઈ, પનીરના પકોડાને ગરમા-ગરમ ચાને માણવું. મને લાગે છે કે, આ ગ્લુમી વાતાવરણનું આ સૌથી શ્રેષ્ઠ સંયોજન છે. વરસાદની દરેક ઋતુમાં હું એ ધ્યાન રાખું છું કે, હું હિલ સ્ટેશન પર એક નાનકડી ટ્રીપ પર જઉં. મને પહેલા વરસાદ પછી આવતી ભીની માટીની સુગંધ ખૂબ જ ગમે છે. ભાગ્ય લક્ષ્મીની સેટ પર જેવી વરસાદની શરૂઆત થાય છે, ત્યારે અમે એક નાનકડો વિરામ લઈને સાથે બેસીને અમારા સ્પોટ દાદા એ બનાવેલી અદ્દભુત ચાની સાથે વરસાદને માણીએ છીએ.”