- પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઓછા ઘટાડાનો દોર જારી
- છેલ્લા ચાર દિવસના ગાળામાં ધીમી ગતિએ ઘટાડો થયો હોવા છતાં લોકોની નારાજગી કેટલાક અંશે દુર ઃ કિંમતોને વહેલીતકે સ્થિર કરવાના પ્રયાસો શરૂ
નવી દિલ્હી, તા.૨
પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડાનો દોર હવે જારી રહ્યો છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં લીટરદીઠ ૯ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મોટા શહેરોમાં આ ઘટાડો ૯ પૈસાનો રહ્યો હતો. આજના ઘટાડાની સાથે પાટનગર દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે લીટરદીઠ રૂપિયા ૭૮.૨૦ થઈ ગઈ છે જ્યારે ડિઝલની કિંમત ઘટીને ૬૯.૧૧ થઈ ગઈ છે. અન્ય મેટ્રો શહેરોમાં સુધારવામાં આવેલી પેટ્રોલની કિંમતોની વાત કરવામાં આવે તો ક્રમશઃ કોલકતામાં ૮૦.૮૪, મુંબઈમાં ૮૭.૦૧, ચેન્નઈમાં ૮૧.૧૯નો સમાવેશ થાય છે. આવી જ રીતે અન્ય મેટ્રો શહેરોમાં સુધારવામાં આવેલી ડિઝલની કિંમતોની વાત કરવામા આવે તો કિંમતો ક્રમશઃ કોલકતામાં ૭૧.૬૬, મુંબઈમાં ૭૩.૫૮, ચેન્નાઈમાં ૭૨.૯૭ થઈ ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૩૦મી મે બાદથી ૨૩ પૈસા ઘટી ગઈ છે. ૨૩મી મેના દિવસે કિંમતમાં એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સતત ૧૬ દિવસસુધી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ ઘટાડાની શરૂઆત થઈ હતી. કર્ણાટક વિધાનસભાની ચુંટણી પહેલા આ વધારાનો દોર ચાલ્યો હતો. દરમિયાન, અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ઘટાડો કરવામાં મદદરૂપ થવા ફ્યુઅલ સબસીડીનો બોજ ઉપાડવા માટે ઓઈલ અને ગેસ (ઓએનજીસી) ને કહેવામાં આવી શકે છે. ઘટાડાનો દોર જારી રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં ઘટાડો થતા રાહત થઈ છે. સરકારી વ્યાપક ટીકા અને દેશભરમાં વિરોધ પ્રદર્શન બાદ ઘટાડાનો દોર શરૂ થયો હતો. ૩૦મી મેથી આ ઘટાડો શરૂ થયો હતો. ૩૦મી મેના દિવસે એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ સરકારની ચારેબાજુ ટીકા થઈ હતી. જેના લીધે સરકારે ૩૧મી મેના દિવસે સાત પૈસા, પહેલી જુલાઈના દિવસે છ પૈસા અને બીજી જુલાઈના દિવસે ૯ પૈસાનો ઘટાડો કર્યો છે. આવી જ રીતે ડિઝલની કિંમતમાં ૩૦મી મેના દિવસે એક પૈસા, ૩૧ અને એક જૂનના દિવસે પાંચ પાંચ પૈસા, બીજી જુલાઈના દિવસે નવ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગઈકાલે શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ લીટરદીઠ ૬ પૈસા અને પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન કિંમતોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. કિંમતોને સ્થિર રાખવામાં આવી હતી. જા કે, હવે ફરી એકવાર ફેરફારનો દોર શરૃ થયો છે. આવી જ રીતે ગુરૂવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલમાં સાત પૈસા અને ડીઝલમાં પાંચ પૈસાનો ઘટાડો ગઇકાલે કરવામાં આવ્યો હતો. તે પહેલા બુધવારના દિવસે પેટ્રોલ અને ડીઝલમાં એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યા બાદ સરકારની મજાક દેશના ઘણા લોકોમાં ઉડી હતી તેની ચિંતા કર્યા વગર પણ ગુરુવારના દિવસે પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર સાત પૈસા અને ડીઝલની કિંમતમાં પાંચ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.