અત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વર્ષ 2020માં થનાર ટી20 ની તૈયારીઓમાં લાગેલી છે. હવે લોકોના મનમાં એ સવાલ છે કે, મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડકપમાં રમશે કે નહીં. કારણકે, આજકાલ ધોની મેદાનથી દૂર છે. સિલેક્શન માટે ઉપલબ્ધ નથી અને સન્યાસ પણ લઈ રહ્યા નથી.

પહેલાં ધોની પેરામિલિટ્રી કેમ્પમાં વ્યસ્ત હતો. હવે તે રાંચીમાં ઘરે છે. ત્યાં વેકેશન પસાર કરવાની જગ્યાએ ઝારખંડ સ્ટેસ્ટ્સ ક્રિકેટ એસોસિએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પરસેવો વહાવી રહ્યો છે. ધોની ત્યાં ટેનિસ રમતો અને જિમમાં વર્કઆઉટ કરતો પણ જોવા મળ્યો. ધોની જે રીતે ફિટનેસ પર મહેનત કરી રહ્યો છે, આ જોતાં એમ લાગે છે કે, ધોનીએ ટીમ ઈન્ડિયાથી દૂર રહેવાની જરૂર છે, પરંતુ અલગ નહીં. તે પોતાની જાતને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરી રહ્યો છે. આ ઈશારો તેની ટીમમાં વાપસી સાથે જોડવામાં આવી રહ્યો છે.

ટી20 વર્લ્ડકપ માટે કેમ જરૂરી છે ધોની?
9 જુલાઈએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમીફાઇનલ રમ્યા બાદથી ધોની વેકેશન પર છે. આ સ્થિતિમાં યુવા ખેલાડી ઋષભ પંતને તક આપવામાં આવી છે. તેને ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે, પરંતુ પંતનું પ્રદર્ષન આશાઓ પ્રમાણે ન રહ્યું.
પંતના સતત ખરાબ પ્રદર્ષનના કારણે કોચ અને કેપ્ટને પણ તેને ચેતવણી આપી છે. આંકડામાં ધોની પંત પર ભારે પડી રહ્યો છે. છેલ્લી 20 ટી20માં ધોનીએ 135.45 ના સ્ટ્રાઇક રેટથી 405 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી પણ છે. તો ઋષભ પંતે 20 ટી20માં 121.26ના સ્ટ્રાઇક રેટથી 325 રન બનાવ્યા છે.