મુંબઈ, તા. ૭
રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી આરબીઆઈની પોલિસી સમીક્ષામાં રેપોરેટમાં ૦.૩૫ ટકાના ઘટાડાની સાથે સાથે અન્ય અનેક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેના ભાગરુપે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (એનઈએફટી) અને ભારત ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ સાથે જાડાયેલી જાહેરાતો તમામ લોકોને રાહત આપી શકે છે. ડિસેમ્બર ૨૦૧૯થી ૨૪ કલાક એનઈએફટીનો ઉપયોગ કરીને ફંડ ટ્રાન્સફર કરી શકાશે. હાલમાં આ સુવિધા મહિનામાં બીજા અને ચોથા શનિવારને બાદ કરતા દરેક વ‹કગ ડે ઉપર સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ઉપલબ્ધ રહે છે. આના મારફતે રિટેલ પેમેન્ટ સિસ્ટમમાં ક્રાંતિકારી ફેરફાર આવવાની શક્યતા દેખાઈ રહી છે. એનઈએફટી મારફતે ગ્રાહકો દેશના કોઇપણ બેંકથી બીજી બેંકમાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. છેલ્લી વખતે આરબીઆઈએ દેશમાં આરટીજીએસ અને એનઈએફટી મારફતે કરવામાં આવતા ટ્રાન્ઝેક્શનને ફ્રી કરવાની જાહેરાત કરી હતી. રિઝર્વ બેંકનું કહેવું છે કે, આ પ્રકારની તમામ સુવિધાઓ સામાન્ય લોકોને મોટી રાહત આપશે. બેંકોનું કહેવું છે કે, તેઓ તમામ પ્રિપેઇડ રિચાર્જને બાદ કરતા તમામ પ્રકારના બિલ પ્રેયર્સને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ લઇને આવશે. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ હેઠળ હાલમાં ડીટીએચ, ઇલેક્ટ્રીસિટી બિલ, ગેસના બિલ, ટેલિકોમ અને પાણીના બિલ આવે છે. એવી આશા છે કે, સપ્ટેમ્બર મહિનાના અંત સુધી આરબીઆઈ આની સાથે જાડાયેલી તમામ માહિતી જારી કરશે. બિલ પેમેન્ટ સિસ્ટમમાં કરવામાં આવનાર ફેરફારથી કેસ આધારિત ચુકવણીના ડિટિલાઇઝેશન થશે. સાથે સાથે સ્ટાન્ડર્ડ બિલ પેમેન્ટનો અનુભવ થશે. આરબીઆઈ દ્વારા સુવિધાઓ વધારાઈ રહી છે.