
રોમાંચક સિરીઝ તનાવ તેની સીઝન-2 સાથે પાછી લાવવામાં આવી રહી છે અને આ વખતે તે એકદમ પર્સનલ છે!શો એકશનસભર વાર્તામાં બહાદુરી, દગાબાજી, લાલચ, પ્રેમ અને વેરની વાર્તાને એકત્ર ગૂંથે છે. આ વખતે ખૂનખાર યુવાન એઆઈ- દામિશ્ક કાશ્મીરમાં આવી પહોંચતાં કબીર અને સ્પેશિયલ ટાસ્ક ગ્રુપ (એસટીજી) સામે નવો ખતરો ઊભો થાય છે. શું એસટીજી કાશ્મીરના આમઆદમીને બચાવી શકશે? વધુ જાણવા માટે જોતા રહો તનાવ-2! એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત તનાવ ઈઝરાયલના ફૌદાની વિધિસર રિમેક છે. એવી ઈસાચેરોફ અને લાયોર રાઝ નિર્મિત અને યેસ સ્ટુડિયોઝ દ્વારા વિતરિત આ શોનું દિગ્દર્શન એવોર્ડ વિજેતા સુધીર મિશ્રા અને ઈ. નિવાસે કર્યું છે. શોમાં માનવ વીજ, ગૌરવ અરોરા, અરબાઝ ખાન, સત્યદીપ મિશ્રા, રજત કપૂર,સુખમણિ સદાના, સાહિબા બાલી, અર્સલન ગોની, અમિત ગૌર, એકતા કૌલ અને વાલુશ્ચા ડિ સોઝા તનાવ-2માં ફરી પાછાં આવી રહ્યાં છે, જે આ સિરીઝ જોવાનું વધુ રોમાંચક બનાવે છે.