લહેંગા
જો સાડી પહેરવામાં તમને તકલીફ પડતી હોય તો તમે લહેંગાને પણ પ્રાધાન્ય આપી શકો છો.

લહેંગાને યુવતીઓ અને પરિણીત મહિલાઓ બધા જ પહેરી શકે છે.

જો તમે લહેંગા પહેરવાના હો તો તેમાં પણ એક અલગ પ્રકારનો મોડર્ન ટ્વિસ્ટ લાવી શકો છો.

હાલમાં લહેંગાને બ્લાઉઝની સાથે નહીં પણ શટ્ર્સની સાથે પહેરવામાં આવે છે. તે સિવાય તમે લહેંગાને પણ સિકવન્સ સ્ટાઇલમાં પહેરી શકો છો.

તેટલું જ નહીં લહેંગાનું બ્લાઉઝ પણ અલગ પ્રકારે ડિઝાઇન કરાવી શકાય છે. તેમાં તમે હોલ્ટર નેક લાઇન વાળા બ્લાઉઝ કે પ્લજિંગ નેકલાઇન વાળા બ્લાઉઝ પહેરી શકો છો.
ઓપ્શન

તહેવારોમાં સલવાર સૂટ કે અનારકલી સૂટ પણ પહેરી શકો છે. જો તમને અલગ દેખાવાની ઇચ્છા હોય તો નોર્મલ સૂટ સાથે પ્લાઝો, ધોતી પેન્ટને ટીમઅપ કરી શકો છો. તેનાથી તમારા ડ્રેસઅપને ડિફ્રન્ટ ટ્વિસ્ટ આપી શકશો. હાલમાં તો સૂટમાં પણ અનેક ડિઝાઇન્સ જોવા મળે છે. લેયર્સ, ફ્રિલ, ડબલ લેયર્ડ, બોક્સ વગેરેના સૂટ પણ ખૂબ લોકપ્રિય અને આકર્ષક જોવા મળે છે.

સિકવન્સ સ્ટાઇલ
આજકાલ સિકવન્સ સ્ટાઇલથી લઇને સૂટ પણ માર્કેટમાં ખૂબ સરળતાથી મળી રહે છે. જે દેખાવમાં ખૂબ જ આકર્ષક અને અલગ હોય છે અને તમારે તેની સાથે વધારે એક્સ્પરિમેન્ટ કરવાની જરૂર પડતી નથી. જો તમે સિકવન્સ વર્કવાળા ડ્રેસ પહેરવા ઇચ્છતા ન હો તો સેની શિયર ડ્રેસને પણ ટ્રાય કરી શકો છો.